હિન્દ ન્યુઝ, ભીલાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરકારી કૉલેજ, ભિલાડ ખાતે ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ અને શૈક્ષણિક ક્ષેત્રે તેની ભૂમિકા અંગે ડૉ. આશા ગોહિલે વાત કહી હતી. આ સાથે તેમણે વીનેશ અંતાણીની લોકપ્રિય નવલકથા ‘પ્રિયજન’ના સંદર્ભે વિદ્યાર્થીઓને રસ પડે અને વિષય સાથે સહજ રીતે જોડાઈ શકે તે રીતે વક્તવ્ય રજૂ કર્યું હતું. ડૉ. ધનસુખભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણીની ‘માણસાઈના દીવા’ કૃતિના સંદર્ભે વકતવ્ય આપ્યું હતું. હિન્દી વિષયના ડૉ. નીલમ સેને સંયોજક તરીકે સરાહનીય આયોજન અને સંકલન કર્યું હતું. તેમના પ્રયત્નોથી આ વ્યાખ્યાનમાળા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વક્તવ્ય યોજાયાં હતા. કાર્યક્રમનું સંચાલન રિંકલ પટેલે અને આભારવિધિ ડૉ. અમિત ગાયકવાડે કરી હતી.
