હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારત રાષ્ટ્રની આઝાદીના મહાપર્વ 80મા “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર સહભાગી થઈ દેશી આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભારત માતાના અમર સપૂતોની સ્મૃતિને સ્મરણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી આઝાદીનો આ ઉત્સવ આપણે દેશભક્તિના ભાવથી ઓતપ્રોત થવાની પ્રેરણા આપે છે !!
Read MoreMonth: August 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી બન્યા
હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી થઈ, ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવીને ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે વિરાસતથી વિકાસનો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનએ લાલ કિલ્લા પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપી છે, ત્યારે ગુજરાત વડાપ્રધાનના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે તેવો…
Read Moreશંખેશ્વરની પાવન ધરતી પર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી
હિન્દ ન્યુઝ, પાટણ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી; વિકાસના સંકલ્પ સાથે પાટણને વિકસિત જિલ્લો બનાવવાનું આહવાન “ખેડૂત સમૃદ્ધ બને, યુવાનોને રોજગાર મળે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચે એ જ વિકસિત પાટણની નેમ” : પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે શંખેશ્વર તાલુકાના વિકાસકાર્યો માટે ₹૨૫ લાખની સહાયનો ચેક અર્પણ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મયોગીઓ સાથે માહિતી કચેરીના ફોટોગ્રાફર સંજય પરમાર અને વિડિયોગ્રાફર જલ્પેશ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
Read Moreજૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા સમારંભમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે સરકારી કામગીરી, પ્રજાલક્ષી સેવાઓ, આરોગ્ય, શિક્ષણ તથા રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનાર કર્મયોગીઓમાં ડીસાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચ (કલેક્ટર કચેરી, જૂનાગઢ) ના ડીપીઓ કર્તુ એસ. ત્રિવેદી, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી યુ.…
Read Moreઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી કાર્યક્રમમાં ૯ પ્લાટૂન પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું જિલ્લાના વિકાસ માટે મંત્રીએ રૂ.૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડયાને અર્પણ કર્યો -: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા:- જામનગર–અમૃતસર કોરિડોરથી વિકાસને ગતિ મળશે* સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર જામનગરનું આગવું સ્થાન ૨૪ મી કોમનવેલ્થ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે તે દેશ માટે ગૌરવની વાત વિકસિત ભારત માત્ર સરકારનો કાર્યક્રમ નહીં પરંતુ ૧૪૦ કરોડ…
Read Moreસ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાયું જામનગર, રોશનીથી શોભી ઊઠી શહેર-જિલ્લાની ઇમારતો
હિન્દ ન્યુઝ, જામનગર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જામનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટે શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર ઇમારતો, સ્મારકો તેમજ મુખ્ય માર્ગો પર તિરંગાના રંગોથી આકર્ષક રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. શહેરની ઇમારતો પર ઝળહળતી રોશની દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ ઉજાગર કરી રહી છે. તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી શોભિત થયેલી ઇમારતો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જામનગરની શાન લખોટા તળાવ, ભુજિયો કોઠો, કલેક્ટર કચેરી, ટાઉનહોલ, જિલ્લા સેવા સદન, જિલ્લા ન્યાય મંદિર, તેમજ સ્વાતંત્ર્ય પર્વની…
Read Moreદેશભક્તિના રંગે રંગાયું જામનગર
હિન્દ ન્યુઝ, જામનગર રણમલ તળાવથી રણજીતનગર સુધી યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં સાત હજારથી વધુ જામનગરવાસીઓ ઉત્સાહભેર જોડાયા પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી યાત્રામાં ‘વંદે માતરમ્’ની ગુંજ સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો તિરંગા યાત્રામાં પોલીસ અશ્વ દળ, પોલીસ બેન્ડ, ડોગ સ્ક્વોડ, આર્મી, એરફોર્સ, નેવી ના પ્લાટુન તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુ નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો જોડાયા
Read Moreદાહોદ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને આજરોજ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આપણે આઝાદીના અમૃત વર્ષ ૭૫ વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોના માનસપટ પર આઝાદી મળતા પહેલા વિભાજન પીડિતોની સ્મૃતિ હંમેશા યાદ રહે તે માટે ૧૪ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કરેલ છે. વિભાજન માત્ર પીડાની સ્મૃતિ નથી, પણ ફરી વસેલા લોકોની મહેનત અને દેશ પ્રત્યેની લાગણીની સ્મૃતિઓ છે. ભાગલા પડ્યા ત્યારે દોઢ કરોડ વિસ્થાપિતો અને શરણાર્થીઓને પુનઃસ્થાપિત…
Read Moreસાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ લક્ષી કામો અને જનકલ્યાણકારી યોજનાઓની સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિનું આકલન કરી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો છે. મંત્રીશ્રીએ પ્રત્યેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ચાલી રહેલા વિકાસ કામો, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને આગામી આયોજન અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો…
Read Moreરાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું સુદૃઢ માળખું અને પોલીસ કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા !
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસનને વધુ સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં આગળ વધતા આજે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે. આ સાથે નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા (ખેડા) ખાતે આપણી રક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત સી-૦૮ તથા બી-૧૬ (P+૬) કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું. આપણા પોલીસ જવાનો નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમના પરિવારોને શ્રેષ્ઠ રહેણાંક અને…
Read More