હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા સમારંભમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણી પ્રસંગે સરકારી કામગીરી, પ્રજાલક્ષી સેવાઓ, આરોગ્ય, શિક્ષણ તથા રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માનિત થનાર કર્મયોગીઓમાં ડીસાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચ (કલેક્ટર કચેરી, જૂનાગઢ) ના ડીપીઓ કર્તુ એસ. ત્રિવેદી, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી યુ. એ. વખારીયા, વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (પુરવઠા) પી. એચ. કરમટા, કલેક્ટર કચેરી જૂનાગઢના નાયબ મામલતદાર જે. બી. ડઢાણીયા, માળીયા હાટીના મામલતદાર કચેરીના ક્લાર્ક એસ. વી. યાદવ, મેંદરડા મામલતદાર કચેરીના ક્લાર્ક હાર્દિકકુમાર વી. પરમાર, માણાવદર મામલતદાર કચેરીના ક્લાર્ક રૂશીતાબેન કે. વઘાસિયા, મેંદરડા તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીના સી.આર.સી. કો-ઓર્ડિનેટર બહાદુરસિંહ વનરાજસિંહ વાળાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જી.વી.કે. ઈમરી ગ્રીન હેલ્થ સર્વિસ જૂનાગઢના એમ્બ્યુલન્સ પાઇલોટ પ્રતાપ પરમાર અને મેડિકલ ટેકનીશિયન અલ્પેશ ભીડોળ, માંગરોળના ચેતનભાઈ નારણભાઈ કામરીયા, વંથલીના કાઠી પ્રદીપ ભાયાભાઈ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ જેશિંગભાઈ ડાંગર, માંગરોળ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીના વનપાલ શ્રી વી. જે. સીસોદીયા તેમજ શ્રીમતી એન.બી. કામબલીયા કન્યા વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની લાખનોત્રા રીધ્ધીબેન વિક્રમભાઈનું પણ મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ ખેલાડી રાજદીપ હર્ષભાઈ બાલદાણીયા, લોન ટેનીસના રૈયાણી ખનક સુધીરભાઈ, વ્યાયામ શિક્ષક ભરતભાઈ ભેટારીયા, ઈન્સ્કુલ ટ્રેનર મોહિતસિંહ ગોહિલ તેમજ પીજીવીસીએલ સેટેલાઈટ સબડિવિઝનના ડેપ્યુટી એન્જિનીયર એચ. વી. પીપળીયા, જૂનાગઢ રૂરલ-૨ સબડિવિઝનના લાઈનમેન પ્રકાશભાઈ કે. વાણવી અને મેંદરડા સબડિવિઝનના ઈલેક્ટ્રિકલ અસીસ્ટન્ટ જગદીશકુમાર એસ. બામરોટીયાને તેમની પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.
તેમજ આરોગ્ય અને અન્ય સેવાઓ ક્ષેત્રે માળીયાહાટીના તાલુકા હેલ્થ ઓફીસના તાલુકા હેલ્થ ઓફિસર ડો. એન. જી. ડાભી, ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. સી. પી. મેંદપરા, માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. ઈલ્યાજ ગરીબા, વોટર વર્ક શાખાના કર્મચારીઓ ભીખુભાઈ બી. સરવૈયા, મહેન્દ્રભાઈ બી. ચૌહાણ, વિજયભાઈ કે. ધુંધરવા અને રાજેશભાઈ કે. વરુ તથા જૂનાગઢ આઈ.ટી.આઈ. ના હેડ ક્લાર્ક ચિરાગ બી. વાઘેલા, પ્લેસમેન્ટ ઓફિસર આનંદ એમ. જોષી અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર જીગ્નેશ એચ. ચૌહાણનું પણ મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
