હિન્દ ન્યુઝ, જામનગર
૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી
કાર્યક્રમમાં ૯ પ્લાટૂન પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર
સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
જિલ્લાના વિકાસ માટે મંત્રીએ રૂ.૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડયાને અર્પણ કર્યો
-: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા:-
જામનગર–અમૃતસર કોરિડોરથી વિકાસને ગતિ મળશે*
સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર જામનગરનું આગવું સ્થાન
૨૪ મી કોમનવેલ્થ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે તે દેશ માટે ગૌરવની વાત
વિકસિત ભારત માત્ર સરકારનો કાર્યક્રમ નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ
