હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતના દફતરની સામાન્ય તપાસણી કરી હતી તેમજ ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજી GIFT City ના નિર્માણ બાદ ગામને થયેલા વિવિધ લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથોસાથ પીવાનું પાણી, ડ્રેનેજ, આંતરિક રોડ-રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા હાથ ધરી હતી. તદુપરાંત, સ્થાનિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ભૌતિક સુવિધાઓની ખાતરી કરી ગામના ગૌચર અને સરકારી પડતર જમીનની…
Read MoreMonth: August 2026
ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાતે જિલ્લા કલેક્ટર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામના અગ્રણીઓ સાથે વિશેષ બેઠક યોજી ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ ગામમાં થયેલા વિકાસ અને નાગરિકોને મળેલા લાભો અંગે ચર્ચા કરી હતી. આ સાથે પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ નેટવર્ક, રસ્તા, લાઈટ અને બાંધકામ સંબંધિત મુખ્ય સ્થાનિક પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ઉપરાંત, પ્રાથમિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સરકારી પડતર અને ગૌચર જમીનની વર્તમાન સ્થિતિની વિસ્તૃત…
Read Moreનડિયાદ શહેરના અપડેટ
હિન્દ ન્યુઝ, નડિયાદ નડિયાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વ્યસનમુક્તિ, બાળ લગ્ન નિવારણ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યશાળાનું સફળ આયોજન કરાયું. નડિયાદમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો, આ ભરતી મેળામાં ૧૦ કંપનીઓએ ૨૩૦ થી વધુ યુવાનોના ઇન્ટરવ્યુ લીધા જેમાંથી ૧૮૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું.
Read Moreપૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો. સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી ઉત્તર ગુજરાતના 09 જિલ્લાના 30થી વધુ તાલુકાના 700થી વધુ ગામોના 1300થી વધુ તળાવો અને અંદાજિત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારિત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયેલ પરંતુ, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા…
Read Moreજળ ભવન, આહવા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભાવસભર ઉજવણી
હિન્દ ન્યુઝ, ડાંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, “જળ ભવન” આહવા (ડાંગ) ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરી પરિસરને તિરંગાના રંગોથી શણગારવા સાથે રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મિલપાડા પ્રાથમિક શાળાના બાળકો તથા માજીરપાડાન બાળકો, વાલીઓ, અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી તેમને તિરંગા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોને…
Read Moreચોમાસામાં ડાંગ બન્યું કુદરતનું સ્વર્ગ: ગિરમાળ ધોધ અને યુ-ટર્ન પોઈન્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ
હિન્દ ન્યુઝ, ડાંગ ચોમાસાની ચાલુ સિઝનમાં ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ચારેય તરફ પથરાયેલી પ્રાકૃતિક હરિયાળી, ખળખળ વહેતા ઝરણાં અને ભવ્ય ધોધને કારણે સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને સિંગાણા નજીક આવેલો વિશ્વવિખ્યાત ગિરમાળ ધોધ અને યુ-ટર્ન (U-Shape) વિસ્તાર વરસાદ બાદ અત્યંત રમણીય અને મનોહર બની ગયા છે, જેને નિહાળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવી રહેલા પ્રવાસીઓની સલામતી અને સુવિધા અંગે ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર તથા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં…
Read Moreબાવકા શિવ મંદિર : દાહોદની ઐતિહાસિક અને શિલ્પકલાની અમૂલ્ય ધરોહર
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યની સાથે સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો જિલ્લો છે. આ ધરોહરમાં બાવકા ખાતે આવેલું પ્રાચીન શિવમંદિર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દાહોદ શહેરથી આશરે ૧૪ કિલોમીટર દૂર બાવકા અને ચાંદાવાડા ગામ વચ્ચે હિરલાવ તળાવ નજીકની ટેકરી પર આવેલું આ મંદિર પ્રાચીન સ્થાપત્ય અને અદભૂત શિલ્પકલાનું અનોખું ઉદાહરણ છે. સોલંકીકાળની સ્થાપત્ય પરંપરાની ઝલક બાવકા શિવમંદિરને સામાન્ય રીતે સોલંકીકાળ સાથે સંકળાયેલું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. મંદિરના સ્થાપત્યમાં નાગર તથા મારુ-ગુર્જર શૈલીની વિશિષ્ટતાઓ જોવા મળે છે. પથ્થરો પર કરવામાં આવેલી ઝીણવટભરી કોતરણી તે સમયના…
Read More🇮🇳 અવિસ્મરણીય અમરેલી! 🇮🇳
હિન્દ ન્યુઝ, અમરેલી સ્વાતંત્ર્ય પર્વે સંસ્કૃતિ, સાહસ અને શૌર્યનો અદ્ભુત સંગમ! ✨ અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૫મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીમાં દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ અને ગુજરાત પોલીસના સાહસ-શૌર્યપૂર્ણ પ્રદર્શને ઉપસ્થિત જનમેદનીને રોમાંચિત કરી દીધી. 🎶 ‘મારું અમરેલી’ થીમ પર વિદ્યાસભાના વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતે અમરેલીની સ્થાનિક અસ્મિતા અને ગૌરવને ઉજાગર કર્યું. 🎺 ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડ — અંબાજીના શ્રી શક્તિ સેવા કેન્દ્રની આદિવાસી દીકરીઓના શિસ્તબદ્ધ વાદન અને અદ્ભુત તાલમેલે સૌને મંત્રમુગ્ધ કર્યા. 🇮🇳 ‘સ્વાતંત્ર્ય પર્વ’ થીમ આધારિત મલ્ટીમીડિયા પ્રસ્તુતિએ રાષ્ટ્રભક્તિની લાગણીને વધુ પ્રબળ બનાવી. 💪 પોલીસ દળના સાહસ-શૌર્યની…
Read Moreસ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને સુખસર ખાતે યોજાયેલ 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પાવન અવસરે દાહોદ જિલ્લામાં શિક્ષણ, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી તથા શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામા તથા શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ આર. ભોંકણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને અધિકારીઓએ દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર કામગીરી અને શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રમત ગમત…
Read Moreયુવાનોને “જ્યોતિ જલા નિજ પ્રાણ કી”વિભાજન કી વિભીષિક પર લખાયેલ પુસ્તક વાંચવા અનુરોધ કરતા – લોકસભા સાંસદ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર દેશના વિભાજન સમયે લાખો નાગરિકોએ વેઠેલી અસહ્ય પીડા, માનસિક આઘાત અને અકાળે થયેલા વિસ્થાપનની કરુણ સ્મૃતિઓને યાદ કરી વિસ્થાપિતોના અપ્રતિમ ત્યાગ, અડગ મનોબળ અને સંઘર્ષને શ્રદ્ધાંજલિ આપવા માટે છોટાઉદેપુરમાં આંબેડકર ભવન ખાતે વિશેષ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ-૨૦૨૬’ની સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન યુવા પેઢી વિભાજનની કરુણ વાસ્તવિકતાઓથી માહિતગાર થાય અને તેમનામાં દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદૃઢ બને તેવા શુભ આશયથી વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિભાજનની યાતનાઓમાંથી પસાર થયેલા લોકોના બલિદાન અને શૌર્યને નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ‘વિભાજન વિભીષિકા…
Read More