હિન્દ ન્યુઝ, દાહોદ કાકુલ ઢાકિઆ (બાગાયતી/પ્રાકૃતિક ખેતી સફળ વાર્તા) વાત છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં બાવકા ગામના સિમળખેડી ફળિયામાં રહેતા ખેડૂત ભાવસિંહ બામણ્યાની. હા, ભાવસિંહભાઈ બામણ્યા છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ થકી ખેતી કરી રહ્યા છે. શાકભાજીમાં એઓ રીંગણ, ટામેટાં, ભીંડા, કાકડી, મરચાં તેમજ ગવારની ખેતી કરી રહ્યા છે. સાથોસાથ અનાજમાં મકાઇ તેમજ ઘઉં પણ સીઝન મુજબ કરે છે. આ વર્ષમાં એમણે ઉનાળુ પાક માટે રૂ. ૨ નો ૧ છોડ એમ કુલ ૭૦૦ છોડ વેલાવાળા ટામેટાંના લાવીને કર્યા હતા. રૂ. ૧૪૦૦ ના લાવેલ ટામેટાંના છોડ સામે મને રૂ. ૭૦,૦૦૦ ની…
Read MoreDay: July 2, 2026
હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે આજ રોજ સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના અધ્યક્ષ વિનોદ ભયાનાના નેતૃત્વ હેઠળ સમિતિના સભ્ય શ્રીમતી શકુંતલા ખટક, લક્ષ્મણસિંહ યાદવ, ચંદેર પ્રકાશ સહિતના પ્રતિનિધિમંડળ તા. ૨૯ જૂનથી ૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના અભ્યાસ પ્રવાસે છે. પ્રતિનિધિમંડળે આજ રોજ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈ એશિયાટિક સિંહ સહિત ગીરના સમૃદ્ધ વન્યજીવનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓએ ગીર અભ્યારણ્યના સંરક્ષણ, વન્યપ્રાણી વ્યવસ્થાપન, જૈવ વૈવિધ્યના જતન તેમજ ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવતી…
Read Moreગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય: દાહોદ જિલ્લામાં જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) કચેરીનું તાલુકા મથકોએ વિકેન્દ્રીકરણ; હવે ૧૧ તાલુકાઓમાં નવી ILR કચેરીઓ કાર્યરત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને જમીન માપણી, હક્ક પત્રક કે જમીન રેકોર્ડને લગતી સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ લોકાભિમુખ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઠરાવ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફ્તર નિયામકના આદેશાનુસાર, અત્યાર સુધી જિલ્લા કક્ષાએ સીમિત રહેલી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) વર્ગ-૨ હસ્તકની કામગીરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ વહીવટી સુધારાના ભાગરૂપે દાહોદ જિલ્લાના જુદા-જુદા ૧૧ તાલુકાઓમાં નવી તાલુકા કક્ષાની જમીન દફ્તર નિરીક્ષક (Inspector of Land Records –…
Read More‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’ની અનોખી પહેલ!
હિન્દ ન્યુઝ બનાસકાંઠા સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે, જેના તમામ ૧૪ તાલુકા કોર્ટ પરિસરમાં ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ (Emergency Medi-Care Center) શરૂ કરવામાં આવ્યા છે. હવે કોર્ટ સંકુલમાં જ ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ અને પક્ષકારોને તાત્કાલિક અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગના ઉત્કૃષ્ટ સંકલનથી માત્ર ૧૩ દિવસમાં આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે.
Read Moreભારતના ચૂંટણી પંચ દ્વારા 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
હિન્દ ન્યુઝ, વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા. 06 જુલાઈ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા. 30 જુલાઈ, 2026ના રોજ મતદાન તથા તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડગામ ખાતે મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, પાલનપુર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી વડગામ ખાતે નવીન મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ના ૪૧ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અને વિકાસલક્ષી વહીવટી અભિગમના પરિણામે ગુજરાત આજે સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે. અગાઉના સમયમાં ‘જેવો રાજા તેવી પ્રજા’ની કહેવત પ્રચલિત હતી, પરંતુ આજે સમય બદલાયો છે. વર્તમાન સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને કેન્દ્રસ્થાને રાખીને આયોજનબદ્ધ રીતે વિકાસના કાર્યો કરી રહી છે.…
Read Moreસોમનાથ મંદિર આસપાસ વાહન પ્રવેશબંધી અને વન-વે રુટનું જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવે છે. સુરક્ષા જાળવવા અને વીવીઆઈપી મૂવમેન્ટ ચાલુ રહેતી હોય જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જીતેન્દ્રસિંહ એન વાઘેલા દ્વારા વાહન પ્રવેશબંધી અને વન-વે રુટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ થઈ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ…
Read Moreસીમાસી ગામની રુપેણ નદી પર આવેલા બ્રીજ પરથી ભારે વાહનોનો પ્રવેશ બંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલો બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી બ્રીજ પરથી ભારે વાહનોના પ્રવેશ બંધ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલ બ્રીજ પરથી ટૂ વ્હીલર સિવાયના તમામ વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પીક રુટ તરીકે (૧) ઉના-કોડિનાર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી કોડીનાર, સોમનાથ થઈ જઈ શકાશે અને (૨) ઉના-ભાવનગર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી મોટા તથા ભારે વાહનોને…
Read Moreજિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા
હિન્દ ન્યુઝ, જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. કલેક્ટરએ કોઈપણ આપત્તીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર વિભાગની સજ્જતાની સમીક્ષા કરી હતી. કલેક્ટરએ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્ટાફની હાજરી, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને ફરિયાદો નોંધવાની પદ્ધતિની સમીક્ષા કરી હતી.
Read Moreસરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ૨૯ જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ૨૯ જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મિડિયાના જૂદા-જૂદા મધ્યમથી ઇન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૧૬૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક સિલ્વર કન્ઝ્યૂમર- રાજકોટ, મુંદ્રા પોર્ટ- મુંદ્રા, CIE ઓટો મોટિવ- રાજકોટ અને મિત્સ્યુબીસી ઈલેટ્રિક ઓટોમોટિવ – સાણંદ નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. જેમના દ્વારા તેમના…
Read More