હિન્દ ન્યુઝ,
જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. કલેક્ટરએ કોઈપણ આપત્તીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર વિભાગની સજ્જતાની સમીક્ષા કરી હતી.
કલેક્ટરએ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્ટાફની હાજરી, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને ફરિયાદો નોંધવાની પદ્ધતિની સમીક્ષા કરી હતી.
