સીમાસી ગામની રુપેણ નદી પર આવેલા બ્રીજ પરથી ભારે વાહનોનો પ્રવેશ બંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલો બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી બ્રીજ પરથી ભારે વાહનોના પ્રવેશ બંધ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલ બ્રીજ પરથી ટૂ વ્હીલર સિવાયના તમામ વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પીક રુટ તરીકે (૧) ઉના-કોડિનાર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી કોડીનાર, સોમનાથ થઈ જઈ શકાશે અને (૨) ઉના-ભાવનગર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી મોટા તથા ભારે વાહનોને આવવા-જવાનું રહેશે.

આ જાહેરનામું ૩૦/૦૬/૨૦૨૭ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરાયા છે.

Related posts

Leave a Comment