હિન્દ ન્યુઝ બનાસકાંઠા
સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે, જેના તમામ ૧૪ તાલુકા કોર્ટ પરિસરમાં ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ (Emergency Medi-Care Center) શરૂ કરવામાં આવ્યા છે.
હવે કોર્ટ સંકુલમાં જ ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ અને પક્ષકારોને તાત્કાલિક અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગના ઉત્કૃષ્ટ સંકલનથી માત્ર ૧૩ દિવસમાં આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે.
