હિન્દ ન્યુઝ, વલસાડ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન નોંધાયેલા અભૂતપૂર્વ વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસાધારણ કુદરતી પરિસ્થિતિ વચ્ચે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ હસ્તકના ઉમરગામ તાલુકાના સોળસુંબા–ભાઠી–કરમબેલી અન્ય જિલ્લા માર્ગ પર વારોલી નદી ઉપર આવેલા મેજર બ્રિજના મધ્ય ભાગના સ્પાનને નુકસાન પહોંચ્યું છે. વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પુલ ૧૮ મીટરના ૧૦ સ્પાન ધરાવતો કુલ ૧૮૦ મીટર લાંબો ટી-બીમ ગર્ડર + ડેક સ્લેબ પ્રકારનો મેજર બ્રિજ છે. તા.…
Read MoreMonth: July 2026
વલસાડ જિલ્લામાં પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ, સલવાવમાં યુવકને બચાવાયો
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે ત્યારે આવા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની બોટ પણ જઈ શકતી ન હોય તેવા સંજોગોમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. જેમના દ્વારા સૌ પ્રથમ રેસ્કયુ વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શો રૂમની બાજુમાં આવેલા વીજ પોલ પર જીવ બચાવવા ચઢી ગયેલા યુવાનનું કરવામાં આવી રહ્યુ છે. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી માહિતી મુજબ, આ યુવક ગતરોજથી ઈલેકટ્રીક વીજ પોલ જીવ બચાવવા માટે ચઢી ગયો હતો. જેની…
Read Moreવલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા ૨૦ થી ૨૫ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા હિંગળાજ ગામમાં ઝીંગાના તળાવ એરિયામાં ફસાયેલા ૨૦ થી ૨૫ જેટલા લોકોનું સફળ રેસ્કયુ કરાયુ છે. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, વલસાડ તાલુકાના હિંગળાજ ગામે આવેલા ઝીંગા તળાવના વિસ્તારમાં ગઈ રાત્રિથી આશરે ૨૦થી ૨૫ લોકો પાણીમાં ફસાયેલા હોવાની માહિતી મળતા એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બોટની મદદથી વારાફરતી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી…
Read Moreઆરબીએસકે ટીમની ત્વરિત કામગીરીથી જન્મજાત એનોરેક્ટલ ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુનું સફળ ઓપરેશન
હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી, ઝાલોદ ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીના પરિણામે એક નવજાત શિશુને નવજીવન મળ્યું છે. ગુલતોરા ગામના નિવાસી શ્રીમતી જશોદાબેન સુરેશભાઈ નિસરતાને તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ મહીપ હોસ્પિટલ, ઝાલોદ ખાતે પ્રસૂતિ થઈ હતી. જન્મ બાદ નવજાત શિશુમાં Imperforate Anus (Anorectal Malformation – ARM) જેવી ગંભીરi જન્મજાત ખામી હોવાનું નિદાન થયું હતું. આ અંગેની જાણ થતા જ ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે (RBSK) ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીએચસીના તબીબ…
Read Moreકલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લેવાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદ અને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરશ્રી સુરભિ ગૌતમ એ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (District Emergency Operation Centre) ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે વરસાદની સ્થિતિ, વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો, નદી-નાળા અને જળાશયોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લામાં હાલ કોઈપણ પ્રકારની ગંભીર આપત્તિજનક સ્થિતિ સર્જાઈ નથી અને તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન…
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદ : ગાજવીજ અને તેજ પવનની આગાહી
હિન્દ ન્યુઝ, ડાંગ ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે તા. 23 જુલાઈ, 2026ના રોજ સવારે 04:00 કલાકે જાહેર કરાયેલી આગાહી મુજબ જિલ્લાના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ (15 મી.મી. પ્રતિ કલાકથી વધુ) સાથે મધ્યમ ગાજવીજ, 41 થી 61 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનના ઝોકા તેમજ વીજળી પડવાની ઊંચી સંભાવના (60 ટકાથી વધુ) વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પણ સારો વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ તા. 22…
Read Moreભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા આજે ડાંગની શાળા/કોલેજોમાં રજા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ડાંગ કલેક્ટર એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર બારીક નજર રાખી રહ્યું છે. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે આજે એટલે કે તા.૨૩/૭/૨૦૨૬ ના રોજ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે જિલ્લાની નદીઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક જોતા, પ્રજાજનોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર હેઠવાસના જિલ્લાઓ સાથે પણ સતત સંપર્ક છે.
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે 19 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળતાં જિલ્લાના કુલ 19 માર્ગો તા. 23 જુલાઈ, 2026ના રોજ સવારે 7:00 વાગ્યાની સ્થિતિએ વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ મોટાભાગના માર્ગો કોઝવે અથવા માઇનોર બ્રિજ પર પાણી ફરી વળવાના (Over Topping) કારણે બંધ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આહવા, સુબીર અને વઘઈ તાલુકાના અનેક ગામોનો સમાવેશ થાય છે. ઘણા સ્થળોએ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કેટલાક માર્ગો…
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે માર્ગને નુકસાન; વન વિભાગની ટીમ સ્થળ પર રવાના
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ચાલુ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે થયેલા વરસાદને કારણે એક સ્થળે માર્ગનો એક ભાગ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતા જ વન વિભાગ સહિત માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર રવાના થઈ છે અને સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સુરક્ષાત્મક તેમજ રાહતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધીને જરૂરી પગલાં લેવામાં આવી…
Read Moreડાંગ જિલ્લાના ૪૭ માર્ગો બંધ થયા
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ૪૭ જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓની તાજી સ્થિતિ અંગેની આ માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ તારીખ ૨૩/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકની સ્થિતિ મુજબ: ડાંગ જિલ્લો: ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ડાંગ જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ ૪૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા…
Read More