હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ડાંગ કલેક્ટર એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર બારીક નજર રાખી રહ્યું છે.
દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે આજે એટલે કે તા.૨૩/૭/૨૦૨૬ ના રોજ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
વરસાદને કારણે જિલ્લાની નદીઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક જોતા, પ્રજાજનોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર હેઠવાસના જિલ્લાઓ સાથે પણ સતત સંપર્ક છે.
