હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળતાં જિલ્લાના કુલ 19 માર્ગો તા. 23 જુલાઈ, 2026ના રોજ સવારે 7:00 વાગ્યાની સ્થિતિએ વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ મોટાભાગના માર્ગો કોઝવે અથવા માઇનોર બ્રિજ પર પાણી ફરી વળવાના (Over Topping) કારણે બંધ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આહવા, સુબીર અને વઘઈ તાલુકાના અનેક ગામોનો સમાવેશ થાય છે. ઘણા સ્થળોએ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કેટલાક માર્ગો માટે હાલ કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી.
જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તથા કોઝવે ઉપર પાણી વહેતું હોય ત્યારે કોઈપણ સંજોગોમાં વાહન ચલાવવું કે પગપાળા પસાર થવું નહીં. મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિની ખાતરી કરી, શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો.
પ્રશાસન દ્વારા તમામ માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટતાં માર્ગોને તબક્કાવાર વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવશે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાગરિકોને સાવચેત રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં બંધ થયેલા માર્ગોની યાદી:
(1) કાકડવિહિર–ખેરિન્દ્રા–ચમારપાડા રોડ
(2) ભવાનદગડ–ધુળચોંડ–આમસરવલણ રોડ
(3) ટાંકલીપાડા–લહાનદભાસ–મોટીદભાસ રોડ
(4) કસાડબારી–હાંડોલ રોડ
(5) ચિકટિયા–ગાઢવી રોડ
(6) હિંદળા–ધુડા રોડ
(7) રાનપાડા–ભાપખલ–બારીપાડા રોડ
(8) બારીપાડા–ચિરાપાડા રોડ
(9) ગલકુંડ–પાયરપાડા–જામદર રોડ
(10) જાખાના–કોટમદર રોડ
(11) ખાતળ ફાટક–ધોડી રોડ
(12) પાતળી–ગોદડિયા રોડ
(13) ગોદડિયા–પાંઢરમાળ રોડ
(14) માછલી–ખાતળ રોડ
(15) માછલી–ચીખલા–દિવડિયાવન રોડ
(16) ભેંસકાત્રી–કાકરડા–ભોંગડિયા–એન્જીપાડા રોડ
(17) કાલીબેલ–પાંદરમાળ–વાંકણ રોડ
(18) ચિકાર–ઘોધલપાડા–કોશમાળ–ગોદડિયા રોડ
(19) ભેંસકાત્રી મેઈન રોડ–આસરિયા ફળિયા રોડ
