હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ૪૭ જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે.
ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓની તાજી સ્થિતિ અંગેની આ માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ તારીખ ૨૩/૭/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકની સ્થિતિ મુજબ:
ડાંગ જિલ્લો: ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ડાંગ જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ ૪૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને રસ્તાઓ વહેલી તકે પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે.
વાહનચાલકોને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
