હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે ત્યારે આવા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની બોટ પણ જઈ શકતી ન હોય તેવા સંજોગોમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. જેમના દ્વારા સૌ પ્રથમ રેસ્કયુ વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શો રૂમની બાજુમાં આવેલા વીજ પોલ પર જીવ બચાવવા ચઢી ગયેલા યુવાનનું કરવામાં આવી રહ્યુ છે. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી માહિતી મુજબ, આ યુવક ગતરોજથી ઈલેકટ્રીક વીજ પોલ જીવ બચાવવા માટે ચઢી ગયો હતો. જેની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતા વાપી મામલતદારશ્રી કે.પી.કટારીયાની ઉપસ્થિતિમાં સાંજે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરનું આગમન થતા એવા અનેક વિસ્તારો કે, જ્યાં બોટ ન પહોંચી શકે ત્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે સફળતા મળશે.
