ગીર સોમનાથ જિલ્લામાં ‘જનભાગીદારી અભિયાન કેમ્પ’માં સ્થળ ઉપર જ વિવિધ સેવાનો લાભ લેતા નાગરિકો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘‘સબસે દૂર, સબસે પહેલે’’ના લક્ષ્ય સાથે જનભાગીદારી અભિયાનનો સમગ્ર રાજ્યની સાથે તા. ૧૯ મે ના રોજથી ગીર સોમનાથ જિલ્લામાં પણ પ્રારંભ થયો હતો. તા.૨૨ મે સુધી ચાલેલા જન ભાગીદારી અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં અનુસૂચિત જનજાતિ સમુદાયના નાગરિકોએ સરકારની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જાંબુર, માધુપુર, સૂરવા, મોરુકા, મંડોર, ભેરાળા, ચિત્રાવડ, સાંગોદ્રા, થોરડી, ભાખા, ખીલાવડ, વલાદર, છાંછર, રસૂલપરા, હડમતિયા, જાવંત્રી સહિત ગીર સોમનાથ જિલ્લામાં ૨૭ ગામોમાં વસતા અનુસૂચિત જનજાતિ સમુદાય માટે વેરાવળ, ચિત્રાવડ, થોરડી સહિત અલગ-અલગ કુલ ૮…

Read More

રાજ્ય સરકારનું વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:”ની વિભાવનાને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવા અને ‘લાઈનમાંથી ઓનલાઈન’ અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને Meta વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MoU સંપન્ન થયા. હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં 5 વિભાગોની 20 જેટલી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ જેવી કે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડ્સ, સત્તાવાર સોગંદનામા અને…

Read More

ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા    વડોદરા જિલ્લામાં ‘જન ભાગીદારી અભિયાન-સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં ૩૯ સેવા શિબિરો દ્વારા ૧૭૯૪ થી વધુ નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘જન ભાગીદારી અભિયાન – સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત તા. ૧૮ મે થી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો અને સર્વસમાવેશક વિકાસને વેગ આપવાનો રહ્યો…

Read More

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, જનતાએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી આફ્રિકન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની SOP અને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 બેડ તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે એસ.વી.પી. હોસ્પિટલ,…

Read More

ગુજરાતની પાવર ગ્રીડ બનશે વધુ મજબૂત!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરતી ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ સિસ્ટમ રાજ્યના ખેરાલુ, થરાદ, દિયોદર સહિત અન્ય 7 સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે . ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા સ્થાપિત આ અદ્યતન રિયલ-ટાઇમ સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સિસ્ટમ પાવર ફેક્ટર નિયંત્રિત કરીને ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે, ખેડૂતોની મોટર બળી જવાની કે પાવર ટ્રીપ થવાની સમસ્યાનો આ આધુનિક ટેકનોલોજીથી અંત…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાનાર VGRC ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે. 🔹 મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક હસ્તકલાઓથી સમૃદ્ધ છે કે જેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક, સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 🔹 મધ્ય ગુજરાતના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક મંચ પૂરો પાડશે કે જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડી શકાશે.

Read More

एनएमडीसी ने दक्षिण बस्तर में शुरू किया समर कैंप, 1700 बच्चे होंगे शामिल

हिन्द न्यूज़, दिल्ली   जनजातीय समुदायों के बच्चों के पोषण और उनके सर्वांगीण विकास के उद्देश्य से शुरू की गई एक अनूठा प्रयास के तहत, एनएमडीसी ने 20 मई से 15 जून 2026 तक दंतेवाड़ा जिले के 17 गांवों में ‘समर कैंप’ ग्रीष्मकालीन शिविर का शुभारंभ किया है। इस अनूठी पहल के माध्यम से गर्मी की छुट्टियों के दौरान लगभग 1700 बच्चों को अनुभवात्मक शिक्षण (experiential learning), रचनात्मकता तथा खेलकूद से जोड़ने की रूपरेखा तैयार की गई है। हालांकि अधिकांश गांवों में ये गतिविधियां शुरू हो चुकी हैं, फिर भी…

Read More

ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર થવા બાબત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      સામાન્ય વહીવટ વિભાગના તા. 22/05/2026ના જાહેરનામાથી બકરી ઇદની જાહેર રજા તા. 27 મેના બદલે તા. 28 મે 2026 ગુરૂવારના રોજ રહેશે તેમ જાહેર થતાં મહેસૂલ વિભાગના તા. 23/05/2026ના પરિપત્રથી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026ના કાર્યક્રમમાં તે મુજબ આંશિક ફેરફાર કરીને આ મુજબનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.

Read More

ગ્રાહક બાબતોના વિભાગે સરકારી માન્ય ટેસ્ટ સેન્ટર્સ (GATC)નો વ્યાપ વધાર્યો; સીએનજી (CNG), એલએનજી (LNG) અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની ચકાસણી સક્ષમ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ       ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના ગ્રાહક બાબતોના વિભાગે, ભારતના લીગલ મેટ્રોલોજી ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને વજન અને માપ માટે દેશના ચકાસણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા માટે લીગલ મેટ્રોલોજી (સરકારી માન્ય ટેસ્ટ સેન્ટર) નિયમો, 2013 માં સુધારો કર્યો છે. GATC ફ્રેમવર્ક હેઠળ પાંચ નવી ઈંધણ વિતરણ પ્રણાલીઓ લાવવામાં આવી આ સુધારાની એક મુખ્ય વિશેષતા સરકારી માન્ય ટેસ્ટ સેન્ટર્સ (GATCs)ના વ્યાપનો વિસ્તાર કરવાની છે, જેમાં વધારાની ઈંધણ વિતરણ પ્રણાલીઓની ચકાસણી અને પુનઃ-ચકાસણીનો સમાવેશ થાય છે. આ પગલાથી ચકાસણી સેવાઓની ઉપલબ્ધતા વધશે, કાર્યક્ષમતામાં સુધારો થશે…

Read More

જૂનાગઢ કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનુસંધાને જૂનાગઢ કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વસ્તી ગણતરી-૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. તા. ૧૭ મે થી તા. ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની જાતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા કલેકટરશ્રી યોગેશ ચૌધરી…

Read More