હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તથા જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા રાખવા તેમજ કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવા લગત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે અંગે વિશેષ ભાર મુક્યો હતો. આ ઉપરાંત, ગેસ પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરતા કલેક્ટરએ એલપીજી સિલિન્ડરની…
Read MoreDay: March 29, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹૨૭૧ કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે
‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ હિન્દ ન્યુઝ, સાણંદ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧મી માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹૨૭૧.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદના સાણંદ ખાતે આશરે ૨,૦૫૬ હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં ૧,૧૫૦થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી…
Read MoreGIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ…
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. 🔹 ગિફ્ટ સિટીમાં આજે 1150થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે; બેંકિંગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે $106 બિલિયન સુધી પહોંચ્યો છે. 🔹 ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટાપાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. 🔹 વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે…
Read More