હિન્દ ન્યુઝ, ડાંગ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૧૪ અને ૧૫ માર્ચના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ ની મુલાકાત દરમિયાન જિલ્લામાં સુચારુ આયોજન, વ્યવસ્થા, અને જરૂરી સંકલન જાળવવા અર્થે લાયઝન અધિકારી વ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સૂચારુ આયોજન, વ્યવસ્થા અને સંકલન જાળવવા સાથે આનુષાંગિક તૈયારીઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બે દિવસો દરમિયાન ભૂતપૂર્વ ઉપરરાષ્ટ્રપતિ…
Read MoreMonth: March 2026
૧૩ માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે’ – આ વર્ષની થીમ છે ‘સારી ઊંઘ, સારું જીવન’
હિન્દ ન્યુઝ, ભુજ આપણે જોઈએ છીએ કે, આજકાલ નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ, બી.પી. હાર્ટ એટેક અને ફેફસાંના રોગોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. નાની ઉંમરે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, તેના માટે શું આપણી બદલાતી જીવનશૈલી જવાબદાર છે ? પ્રતિ વર્ષ ૧૩ માર્ચના રોજ ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સારી ઊંઘ, સારું જીવન’ છે. ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને તંદુરસ્ત ઊંઘ વિશે જાગૃત કરવા અને સ્વસ્થ જીવન…
Read Moreદાહોદમાં સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ ભવન, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યના દિવ્યાંગજનોને મોટરરાઈઝ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર આપવાની રાજ્ય સરકારની નવિન યોજના અંતર્ગત પ્રતિકાત્મક સાધન સહાય વિતરણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉપરોક્ત સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે જિલ્લામાં સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી.ખાટા તથા BLIND WELFARE COUNCIL ના યુસુફી કાપડીયાના હસ્તે લીલી ઝંડી આપી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચેરીના કર્મચારીઓ…
Read Moreકલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સંકલન અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરએ સૌ અધિકારીઓને સિંગવડ તાલુકા ખાતે યોજાનાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ અન્વયે થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. આ દરમ્યાન કલેક્ટરએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સુનિશ્ચિત થાય તે માટે…
Read Moreડાંગ જિલ્લા આહવાના તળાવ (બંધારા) ખાતે નાગરિક સંરક્ષણ વિષયક તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત આજરોજ આહવા ખાતે સિવિલ ડિફેન્સ અંગેની મોક ડ્રીલનું આયોજન કરાયું હતુ. આ મોકડ્રીલ દરમિયાન ઉભી થતી સમસ્યાઓ સામે કેવી રીતે કૂનેહથી કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન પોતાની જાતને કેવી રીતે બચાવવી, અન્ય લોકોને કેવી રીતે બચાવવા, સલામત સ્થળનો ઉપયોગ કરવો વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ તાલીમએ એવી તાલીમ છે જે નાગરિકોને આપત્તિના સમયે…
Read Moreજામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, જામનગર અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરની નાગરિકોને અપીલ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ…
Read Moreવાલક પાટિયા સ્થિત જમનાબા વિધાર્થી ભવનની મુલાકાત લેતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, સુરત મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાલક પાટિયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સંચાલિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ની મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. રાજ્યપાલશ્રીએ જમનાબા વિદ્યાર્થી ભવનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને ભવનના સુવ્યવસ્થિત સંચાલનની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. તેમણે સંસ્થાની શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ લાવવામાં આવી છે, તે આવનારી પેઢી માટે એક…
Read Moreકલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ – કલેક્ટર વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરના કડક આદેશ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે…
Read Moreડાંગ જિલ્લાની સરકારી વિનયન કોલેજ સુબીર ખાતે વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ સરકારી વિનિયન કોલેજ સુબીર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ, તારીખ ૧૧/૦૩/૨૦૨૬ બુધવારના રોજ કોલેજ કેમ્પસ બી.આર.સી ભવન સુબીર ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે ગાંગુર્ડે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. સાથે તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ વગર નવી દિશા નવી દ્રષ્ટિ ખુલતી નથી. માટે સુબીર કોલેજ પાછળ ન રહી જાય, અને વિદ્યાર્થીઓ સારી ડિગ્રી લઈ ખૂબ આગળ વધે એવા આશીર્વચનો પાઠવ્યાં હતાં. કોલેજના સીનીયર પ્રાધ્યાપક પી.એમ ઠાકર્યા દ્વારા…
Read Moreસુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરમાં જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કમિશ્નરેટ વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યાએ ચાર કે તેથી વધુ માણસોને ભેગા થવા/સભા ભરવા/ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અમલ તા:૨૭/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે આ હુકમ સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Read More