બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

હિન્દ ન્યુઝ, બારડોલી     “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા…” સંસ્કૃતના આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જાગૃત્ત ખેડૂતોએ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃતિક…

Read More

‘ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’માં સુરતના સાંસદ મુકેશ દલાલની નિમણૂક

હિન્દ ન્યુઝ, સુરત      ૧૮મી લોકસભાના કાર્યકાળ માટે ભારતની સંસદમાં દક્ષિણ આફ્રિકા સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા હેતુથી ‘ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’ની રચના કરવામાં આવી છે. આ સમૂહમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત કુલ ૧૧ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપનો મુખ્ય હેતુ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંસદીય સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન તથા દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ સમૂહ દ્વારા બંને દેશોના સંસદસભ્યો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક સંવાદને વધુ ગતિ મળશે.

Read More

જૂનાગઢ ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ યોગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ આયુર્વેદના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે હાજર રહ્યા. આ તકે શલ્ય તંત્ર, વિભાગ અધ્યક્ષ, ડૉ. અનિતા કટારીયા એ જણાવ્યુ હતુ કે સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં આયુર્વેદ અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવું અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત…

Read More

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા શાકભાજી સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટે આવતા ખેડૂતોને ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ અર્પણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આશરે એક વર્ષ પૂર્વે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટની કચેરીની પહેલથી આ હાટ વધુ સુંદર અને સુવ્યવસ્થિત બન્યું છે. છેલ્લા એક વર્ષથી અહીં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા શાકભાજી સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટે આવતા ખેડૂતોને ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ નવીનતા પામેલા હાટને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ખુલ્લુ મુક્યુ હતું. આ સાથે જિલ્લા કલેક્ટરએ આ પ્રાકૃતિક કૃષિના સ્ટોલ ધારક ખેડૂતો સાથે પણ સંવાદ કરી તેમના અનુભવો -અભિપ્રાયો…

Read More

જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન

હિન્દ ન્યુઝ,      યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ યોગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ આયુર્વેદના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે હાજર રહ્યા. આ તકે શલ્ય તંત્ર, વિભાગ અધ્યક્ષ, ડૉ. અનિતા કટારીયા એ જણાવ્યુ હતુ કે સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં આયુર્વેદ અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવું અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવાનો…

Read More

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજા-પ્રશ્નોને વાચા આપતા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી સંલગ્ન વિભાગોને સમસ્યાઓના સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતાં. અરજદારો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ દૂર કરવા બાબત, છેતરપિંડી, રસ્તાનું દબાણ, કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય, નડતરરૂપ અવરોધ દૂર કરવા બાબત, ખેતર વચ્ચે રસ્તો બનાવવા સહિતના પોતાના પ્રશ્નો, રજૂઆતો, માંગણી તથા સમસ્યાઓને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ વ્યક્તિગત રીતે રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર દ્વારા દરેક અરજદારની રજૂઆતોને કેન્દ્રમાં રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને…

Read More

દરરોજ ૩૦ મિનિટ યોગાસનોથી નિવારી શકાય “મેદસ્વિતા”

હિન્દ ન્યુઝ, દાહોદ             આજના ઝડપી જીવનમાં “મેદસ્વિતા” એક મોટી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા બની રહી છે. ગુજરાતમાં પણ બદલાતી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે મેદસ્વિતાના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે યોગ એક અસરકારક, સરળ અને સ્વાભાવિક ઉપાય છે. જેના માટે ગુજરાત સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને સાકાર કરવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.            “યોગ”જેનો ઉદ્દભવ ભારતની આર્ષદ્રષ્ટિ ધરાવતા ઋષિમુનિઓ દ્વારા થયો છે, જે યોગસૂત્ર (પતંજલિ) અને ઉપનિષદોમાં જોવા મળે છે.…

Read More

જીવામૃત, બીજામૃત અને વિવિધ અસ્ત્રો; જમીનને સમૃદ્ધ બનાવવા અને પાક સંરક્ષણ માટેના અગત્યના સ્ત્રોત

હિન્દ ન્યુઝ, મોરબી               પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે અને તેનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અસંખ્ય સૂક્ષ્મ જીવાણુંઓ અને જરૂરી પોષક તત્વોનો ખજાનો પૂરો પાડે છે.    …

Read More

ડાંગના રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત

હિન્દ ન્યુઝ, ડાંગ    અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી ગામિતે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યુ હતુ. પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીએ ‘ડાંગ દરબાર’નો ઇતિહાસ વર્ણવી…

Read More

વર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જ્યારે પ્રકૃતિના નિયમોને અનુસરવામાં ચૂક કરીએ છીએ ત્યારે વિપરીત પરિણામો મળે છે, શારીરિક સ્વાસ્થયના સંદર્ભમાં આયુર્વેદ પણ તેવું જ કંઈક કહે છે, વર્તમાન સમયમાં આરોગ્યલક્ષી સમસ્યાઓ જુદા જુદા સ્વરૂપમાં વધી છે, ત્યારે ફરી પ્રકૃતિ અને આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરવા માટે ‘સમય’ આપણને ટકોર કરી રહ્યો છે.  હાલની આરોગ્યલક્ષી સમસ્યાઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરતા જૂનાગઢ આયુર્વેદ કોલેજના ક્રિયાશરીર વિભાગના ડૉ. પંકજ કોઠારી જણાવે છે કે, વર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે, તેની પાછળ વ્યક્તિ પોતાની દિનચર્યા અને…

Read More