હિન્દ ન્યુઝ, સાબારકાંઠા સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષા શ્રીમતી શોભનાબેન બારૈયા એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભા ને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત અમલી બનાવાઈ છે. આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓ અભિનંદનને પાત્ર છે. સ્વરક્ષણની તાલીમ દરેક બાળક અને…
Read MoreMonth: December 2025
ગાંધીનગરના આયુષ ડોક્ટરે રાષ્ટ્રીય સ્તરે ૨ એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, પબ્લિક સર્વે ગૃપ ઓફ ઈન્ડયાના સહયોગથી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે તમામ રાજ્યો વચ્ચે યોજાયેલી અઘરી સ્પર્ધામાંથી પસાર થઈ ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાના આયુષ ડોક્ટર તરીકે કાર્યરત નેહલ ગજેરાને ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ-૨૦૨૫ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ-૨૦૨૫ એવા બે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે. આ સાથે જ હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા તેમને…
Read Moreપોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢ ખાતે રૂ. ૧૩.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના નાણાં, જેલ,પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે, તેમના દિવસ રાતના…
Read Moreજસદણ ડો બાબાસાહેબના પરીનિર્વાણ દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ,જસદણ જસદણ જૂના બસ સ્ટેન્ડ પર ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જસદણ પ્રખંડના જવાબદાર વ્યક્તિઓ ડૉ. મહેશ તાવિયા,જોરૂભાઈ ગીડા, વિજયભાઈ માલવિયા, રાજુભાઈ છાયાણી, નારણભાઈ મેવાડા, ધનજીભાઈ કાછડીયા, મનીષભાઈ મેવાસિયા, રવીન્દ્રભાઈ મકવાણા, ધીરજભાઈ ગઢવી, તરુણભાઈ પરમાર, મહેન્દ્રભાઈ રૂપારેલિયા, ડ.કે.પરમાર, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ જયેશભાઈ અને નગરપાલિકા સદસ્ય રિદ્ધિબેન પરમાર, અસ્માબેન પરમાર, રીપલબેન ભુવા વગેરે વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં હાજરી આપી બાબાસાહેબ ની પ્રતિમાને ફુલ હાર તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreનર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના
હિન્દ ન્યુઝ, નર્મદા સરદાર 150 રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી પ્રસ્થાન થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું. આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Read Moreગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ સવારે 11:00 વાગ્યે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી, સે.–11, પ્રથમ માળના સમિતિખંડમાં યોજવામાં આવનાર છે. આ અન્વયે જિલ્લાના સૌ માનવંતા નાગરિકોને પોતાની ફરિયાદ અથવા પ્રશ્નો તા. 10/12/2025 સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવા વિનંતી છે. આ કાર્યક્રમમાં નીચે મુજબના મુદ્દાઓ લેવામાં આવશે નહીં: ⦁ ન્યાયાલયોમાં ચાલી રહેલા વાદ–વિવાદ ⦁ મહેસુલી કોર્ટ સંબંધિત કેસો ⦁ સબ જ્યુડિશિયલ પ્રશ્નો ⦁ સામૂહિક રજૂઆતો ⦁ નીતિ સંબંધિત મુદ્દાઓ ⦁ સેવાવિષયક /નોકરી…
Read Moreધરમપુર તાલુકાનું બી.આર. સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આદર્શ નિવાસી શાળા બામટી ખાતે યોજાયું
હિન્દ ન્યુઝ, ધરમપુર જી.સી.ઈ આરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ આયોજિત ધરમપુર તાલુકાનું બી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ”થીમ આધારિત ધરમપુર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા દ્વારા ખુલ્લું મૂકાયું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સી.આર. સી કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામેલ ૬૫ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ બાળ વૈજ્ઞાનિક માનસને બહાર લાવવા માટે અને તેમને યોગ્ય પ્લેટ ફોર્મ મળે તે માટે જિલ્લા, તાલુકા…
Read Moreમોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૪ ડિસેમ્બરના યોજાશે
હિન્દ ન્યુઝ, મોરબી લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે ૧૦ તારીખ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ…
Read Moreજૂનાગઢ શહેર- જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી- અધિકારીઓ સાથે સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જૂનાગઢ શહેર- જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી- અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ઉર્જા રાજ્યમંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ખાસ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે ભાવિકો માટેની વ્યવસ્થા સુવિધાઓના સંદર્ભમાં પરામર્શ કર્યો હતો. ઉર્જા રાજ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારતા હોય ત્યારે રસ્તા, પાર્કિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઉર્જા રાજ્યમંત્રીએ ખાસ…
Read Moreઅમદાવાદ ખાતે આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદઘાટન
હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે અમદાવાદ ખાતે આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ. સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ 2025ના ઉદઘાટન સમારોહ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ ખુલ્લી મૂકી. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો તા. 5થી 9 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી…
Read More