ગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     ગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ સવારે 11:00 વાગ્યે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી, સે.–11, પ્રથમ માળના સમિતિખંડમાં યોજવામાં આવનાર છે.

આ અન્વયે જિલ્લાના સૌ માનવંતા નાગરિકોને પોતાની ફરિયાદ અથવા પ્રશ્નો તા. 10/12/2025 સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવા વિનંતી છે.

આ કાર્યક્રમમાં નીચે મુજબના મુદ્દાઓ લેવામાં આવશે નહીં:

⦁ ન્યાયાલયોમાં ચાલી રહેલા વાદ–વિવાદ 

⦁ મહેસુલી કોર્ટ સંબંધિત કેસો 

⦁ સબ જ્યુડિશિયલ પ્રશ્નો 

⦁ સામૂહિક રજૂઆતો 

⦁ નીતિ સંબંધિત મુદ્દાઓ 

⦁ સેવાવિષયક /નોકરી સંબંધિત બાબતો

નાગરિકોને ઉપરોક્ત માર્ગદર્શિકાને ધ્યાને લઈ અરજી મોકલી આપવા વિનંતી છે.

Related posts

Leave a Comment