વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે જામનગરમાં પશુ આરોગ્યા મેળા, રસીકરણ તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર      વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર- પશુ પાલન શાખા, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨(હરતું-ફરતુ પશુ દવાખાનું) જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી,એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. જિલ્લા પંચાયત જામનગર પશુપાલન શાખા દ્વારા શેખપાટ અને ખારાવેઢા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…

Read More

‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ શ્રીમતી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય…

Read More

જામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ દ્વારા આયોજિત 22 કેમ્પમાં 26000 થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત હિન્દ ન્યુઝ, જામનગર     શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યની ચકાસણી, સમયસર સારવાર, તેમજ સમાજમાં પરિવાર સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો. અભિયાન દરમ્યાન શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 22 સ્ક્રિનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 13 કેમ્પ જી.જી.…

Read More

માંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, માંડલ     નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ટ્રેન્ટ અને ઉધરોજપુરા ગામની 85 જેટલી મહિલાઓએ આ માહિતીસભર તાલીમનો લાભ મેળવ્યો હતો. તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટિવ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂરના લાડું, બીટના લાડું, આદુ – લીંબુ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયાની તૂટી ફુટી, ટામેટા કેચઅપ સહીતની…

Read More

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી

RTI – લોકશાહીનું રક્ષક ! હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ✔️ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત સેમિનારનું ઉદ્ઘાટન કર્યું. ✔️ માહિતી અધિકાર અધિનિયમે ભારતીય લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવી છે, જેમાં ભારતના બંધારણે આપણને નાગરિક તરીકે અનેક મૂળભૂત અધિકારો આપ્યા છે અને આ અધિકારોને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને શાસન-પ્રશાસનમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માહિતી અધિકાર અધિનિયમ – RTI Act, 2005 એક ઐતિહાસિક કાયદા તરીકે ઉભરી આવ્યો છે. ✔️ આ માત્ર કાયદો નથી, પરંતુ પ્રજાના સશક્તિકરણનું, સુશાસનનું અને લોકશાહી મૂલ્યોના જતનનું અમૂલ્ય સાધન…

Read More

સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતની પ્રેરણાદાયી સફળતા!

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ રાવલે સામાન્ય ખેતી કરતા ખેડૂતોથી અલગ માર્ગ અપનાવીને તેમણે પોતાના ખેતરમાં ઈઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે. માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં જ ફળ ઉત્પાદન શરૂ કરીને તેમણે સાબિત કરી દીધું છે કે સંકલ્પ અને ટેક્નોલોજીથી રણને પણ બગીચો બનાવી શકાય છે. મિલનભાઈએ ૨૦ વીઘા જમીનમાં ૮૦૦૦ રોપાઓનું વાવેતર કર્યું છે. પાકને જીવાત અને હવામાનની વિપરીત અસરોથી બચાવવા માટે તેમણે ઇન્સેક્ટ પ્રૂફ જાળીથી નેટ હાઉસ બનાવ્યું છે. આ ઉપરાંત, પાણીની બચત…

Read More

રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 

હિન્દ ન્યુઝ, અમદાવાદ        રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા નગરના આંગણે નાગરિકો પણ સહભાગી થઈ શકશે. સરદાર પટેલની 150મી જન્મજયંતીએ આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટેની વેબસાઈટ લોન્ચ સૌ નાગરિકો https://rashtriyaektadiwas.com/ પરથી નિઃશુલ્ક ધોરણે રજિસ્ટ્રેશન કરી શકશે.  

Read More

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અન્વયે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં ૮ મા રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી ના ભાગરૂપે તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લાના આંગણવાડી કેંદ્ર ખાતે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેલ પિતા (પુરુષો) સાથે પોષણ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થૂળતા, IYCF, પોષણ અને બાળ સંભાળ બાબતે પિતા કેન્દ્રિત વર્કશૉપ યોજી સમજણ આપવામાં આવી હતી. તેમજ પોષણ અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં. 

Read More

તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ડાંગ જિલ્લાના ૨૭ ગામોમા ફરશે ‘વિકાસ રથ’

હિન્દ ન્યુઝ, ડાંગ      ‘નાગરિક પ્રથમ અભિગમ’ અને લોકાભિમુખ તથા સક્રિય શાસનની પ્રતિબદ્ધતા સાથે પ્રતિવર્ષ યોજાતા ‘વિકાસ સપ્તાહ’ નો રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ તા. ૭મી ઓક્ટોબરથી પ્રારંભ થશે. ‘વિકાસ સપ્તાહ’ દરમિયાન ‘વિકાસ રથ’ના સથવારે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના ૨૭ ગામોમા, જુદા જુદા પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તા.૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન થીમબેઝ કાર્યક્રમો યોજાશે.  દરમિયાન ઠેર ઠેર સરકારી યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર સાથે, ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનુ પણ મોટે પાયે આયોજન કરાશે. ડાંગ જિલ્લાના કલેક્ટર સુ શાલિની દુહાન તથા જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.વસાવાના વડાપણ હેઠળ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા…

Read More