ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી

RTI – લોકશાહીનું રક્ષક !

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

✔️ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત સેમિનારનું ઉદ્ઘાટન કર્યું.

✔️ માહિતી અધિકાર અધિનિયમે ભારતીય લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવી છે, જેમાં ભારતના બંધારણે આપણને નાગરિક તરીકે અનેક મૂળભૂત અધિકારો આપ્યા છે અને આ અધિકારોને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને શાસન-પ્રશાસનમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માહિતી અધિકાર અધિનિયમ – RTI Act, 2005 એક ઐતિહાસિક કાયદા તરીકે ઉભરી આવ્યો છે.

✔️ આ માત્ર કાયદો નથી, પરંતુ પ્રજાના સશક્તિકરણનું, સુશાસનનું અને લોકશાહી મૂલ્યોના જતનનું અમૂલ્ય સાધન છે. જેનો દુરુપયોગ ન કરી, તેનો અસરકારક રીતે રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરવા માટે જાગરૂકતા લાવવા આહ્વાન કર્યું.

Related posts

Leave a Comment