સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર    રાજ્ય સરકાર દ્વારા ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી યોજાનાર “વિકાસ સપ્તાહ”ના પ્રારંભે, સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવાનો દ્રઢ સંકલ્પ લીધો. વહીવટી તંત્રના સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે, તેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેશે અને સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે.  આ સાથે, પ્રતિજ્ઞામાં દેશની એકતા અને અખંડિતતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા”નું સામૂહિક પઠન કરી ‘વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ લીધો

 હિન્દ ન્યુઝ, જામનગર     રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દૃઢ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર સહિત સર્વે પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ…

Read More

જામજોધપુર એસ.ટી. ડેપો વર્કશોપનું લોકાર્પણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર

વિકાસ સપ્તાહ ઉજવણી-2025 હિન્દ ન્યુઝ, જામનગર     વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપેજામજોધપુર શહેર અને તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત જામજોધપુર એસ.ટી ડેપોના આધુનિક વર્કશોપની લોકાર્પણ વિધિ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અંદાજે રૂ.૪૩૧.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલ આ અત્યાધુનિક ડેપો વર્કશોપ પ્રવાસીઓને વધુ સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ નવીન એસ.ટી.ડેપો વર્કશોપનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરસરના વરદ હસ્તે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે…

Read More

રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી

વિકાસ સપ્તાહ-2025 હિન્દ ન્યુઝ, વડોદરા       વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજરોજ યુવા સશકિતકરણ દિવસ નિમિતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે – સાંસદ ડો.હેમાંગ જોશી  સાંસદ સહિતના પદાધિકારીઓ/ અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.   

Read More

ડાંગના કાકરદા ગામના મૃતકના વારસદારને રૂ. ૪ લાખની સહાયનો ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કાકરદા ગામના વતની રમેશભાઈ વળવી, જે ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે પુર્ણા નદીના પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. જે વ્યક્તિની લાશ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મળી આવી હતી. જેથી ડોલવણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદાર ને ચેક સહાય આપવામાં આવી હતી.  આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી દ્વારા મૃતક પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતક ના વારસદાર શ્રીમતી સરતાબેન રમેશભાઈ વળવીને સરકારના કુદરતી આફતના ધારા ધોરણ મુજબ…

Read More

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન-કર્મ-વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 24 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ના પ્રારંભે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન-કર્મ-વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, https://pledge.mygov.in/bharat-vikas પોર્ટલ પર #VikasSaptah2025 અંતર્ગત નાગરિકો ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ ઓનલાઈન લઈ શકશે તેમજ પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.   

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      દર વર્ષે તા. 5થી 12 ઓક્ટોબર દરમિયાન Right to Information Act સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા RTI સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું. સરકારી તંત્ર-નાગરિકો વચ્ચે આયોગએ સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રિમ હરોળનું રાજ્ય બનાવ્યું : ગૃહ રાજ્યમંત્રી અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ : મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની   

Read More

માળીયાહાટીના તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     માળીયાહાટીના તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.    જેમાં કોલેજના તાલીમાર્થીઓ દ્વારા તમાકુ મુક્ત અને વ્યસન મુક્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તમામ ભાગ લેનાર તાલીમાર્થીઓને તાલુકા હેલ્થ ઓફિસ માળિયાહાટીના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને પ્રથમ,દ્રીતીય,તૃતીય નંબર ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.     આ કાર્યક્રમ માળિયાહાટીના તાલુકાના મામલતદાર કે.કે.વાળા, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભી અને જિલ્લા ટોબેકો સે ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ટોબેકો સેલ…

Read More

ગાંધીનગર ખાતે ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઇન્ડિયન એરફોર્સના મુખ્ય અધિકારીઓ, જવાનો તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.    મુખ્યમંત્રીએ આ અવસરે ભારતીય વાયુસેનાના સાહસ, સમર્પણ અને પરાક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં ભારતીય વાયુ સેનાની યાત્રા અદ્ભુત રહી છે અને આ સેનાએ હંમેશા દેશના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાના પાછલા 10 વર્ષ એક સ્વર્ણિમ દશક તરીકે સાબિત થયા છે. તેમણે રાફેલ જેવા અત્યાધુનિક વિમાન, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ…

Read More

દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાનો શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષા સ્થાને શુભારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ -લીમડી તાલુકાના શુભારંભ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું હતું કે, વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ – લીમડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે એમ કહેતા એમણે ઉમેર્યું હતું કે, ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાની વેશભૂષા પરંપરા અને સંસ્કૃતિ અનોખી છે. ગુરુ ગોવિંદ-લીમડી તાલુકાનું મુખ્ય મથક લીમડી રાખવાના કારણે ચારે બાજુના ગામડાઓની વચ્ચે હોવાથી લોકોને આવવા-જવામાં સરળતા રહેશે. હવે નવા રચાયેલા તાલુકા અને ઝાલોદ તાલુકાના એમ બન્ને તાલુકાના લોકોને ઓછા સમયમાં અને સરળતાથી હવે તમામ સેવાઓનો લાભ મળશે.  લીમડીમાં તમામ પ્રકારની…

Read More