ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે

હિન્દ ન્યુઝ,         ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ-૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે.…

Read More

મહુવા તાલુકામાં માલણ નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર માટે રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું  

હિન્દ ન્યુઝ, ભાવનગર       મહુવા તાલુકાના ગોરસ કાળેલા રોડ(ચે ૦/૦૦ થી ૩/૮૦૦) માં માલણ નદી પર આવેલ બિજમાં વિઝયુઅલ ઇન્સ્પેકશન દરમ્યાન ક્ષતિ જણાયેલ હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને જાનમાલની હાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે સદરહું માઇનોર બ્રિજને કામચલાઉ ધોરણે ભારે વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા પરથી ભારે વાહનો પસાર કરવા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મહુવાના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક…

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ઘોઘા      ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર – ૨૦૨૫ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪/૦૯/૨૦૨૫ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૬/૦૯/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ…

Read More

દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેનાં પરવાનો- જમીન ભાડે મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ તા. ૩ ઓક્ટોબર સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        દિવાળી-૨૦૨૫ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાનાં વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૨૦/૧૦/૨૦૨૫નાં દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાનાં ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાનાં નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે…

Read More

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી

હિન્દ ન્યુઝ, આણંદ     કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડને તોડી નવીન આર.સી.સી.રોડ નું આયોજન કરેલ હોઈ આર.સી.સી.રોડ બનાવવાની કામગીરી ઝડપ થી પૂર્ણ કરવાની હોય આ રસ્તો તા.૧૧/૦૯/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે તથા જાહેર જનતાની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રૂટ…

Read More

દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ    બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બોરસદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા કર્યા…

Read More

પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,     Bનેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.       ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી તપાસ કરાવવી જોઈએ, વ્યસન મુક્ત બનવું જોઈ, ટીબી ની દવા લેતા દર્દી એ નિયમિત દવા લેવી જોઈએ, દરેક સરકારી દવાખાને ટીબી મફત તાપસ કરવામાં આવે છે અને મફત સારવાર પણ આપવામાં આવે છે તેનો લાભ લેવો જોઈએ અને ભારત સરકાર દ્વારા ટીબીના…

Read More

આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ…

Read More

બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત હડદડ પ્રાથમિક માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ              ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25 થી 12/09/25 સુધી 10 દિવસ સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ તા.02/09/25 ના રોજ હડદડ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.              આ કાર્યક્રમ અંતર્ગત DHEW ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ નીતાબેન ભેડા વિવિધ હેલ્પલાઇન…

Read More

બોટાદ બાગાયત વિભાગ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ               બાગાયત વિભાગ બોટાદ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનારનું આયોજન બરવાળા તાલુકામાં કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ તેમજ આજુબાજુનાં જિલ્લામાંથી ૧૦૦ થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.             આ તકે નાયબ બાગાયત નિયામકશ્રી , બોટાદ તેમજ અમરેલી અને ભાવનગરથી બાગાયત વિભાગનાં અધિકારીઓ તેમજ KVK લોકભારતી સણોશરાથી વૈજ્ઞાનિક ઉપસ્થિત રહી ખેડૂતોને લીંબુ પાકની વિવિધ જાતો, ખાતર, રોગ અને જીવાત નિયંત્રણ તેમજ લીંબુ પાકમાં મૂલ્ય વર્ધન અને બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓ, તથા…

Read More