મહુવા તાલુકામાં માલણ નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર માટે રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું  

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    મહુવા તાલુકાના ગોરસ કાળેલા રોડ(ચે ૦/૦૦ થી ૩/૮૦૦) માં માલણ નદી પર આવેલ બિજમાં વિઝયુઅલ ઇન્સ્પેકશન દરમ્યાન ક્ષતિ જણાયેલ હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને જાનમાલની હાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે સદરહું માઇનોર બ્રિજને કામચલાઉ ધોરણે ભારે વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા પરથી ભારે વાહનો પસાર કરવા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મહુવાના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, મહુવા તાલુકાના ગોરસ કાળેલા રોડ (ચે ૦/૦૦ થી ૩/૮૦૦) માં માલણ નદી પર આવેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય લોકસલામતીને ધ્યાને લઇ આ બ્રિજ પર ચાલતા ભારે વાહનો માટે તા.૦૫/૦૯/૨૦૨૫ થી તા.૦૪/૧૦/૨૦૨૫ સુધી આ રસ્તો બંધ કરી ડાયવર્ઝન રૂટ ઉપરથી ભારે વાહનો પસાર કરવાના રહેશે.

ભારે વાહનોની અવર-જવર માટે ગોરસ થી કુંભણ થઈ કાળેલા રોડ (વી.આર.રોડ) જઈ શકાશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related posts

Leave a Comment