ડાંગ જિલ્લાને વધુ ૧ નવી બસ ફાળવતા મુસાફર જનતામા ખુશીની લહેર

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે.      છેલ્લા એક મહિના દરમિયાન ડાંગ જિલ્લાને કુલ ૧૦ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે. લોક માગણીને ધ્યાનમાં રાખી, તેમજ અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો મુખ્ય મથક સાથે જોડાયેલા રહે…

Read More

આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ    વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના તેમજ આત્મા અને ખેતીવાડી /પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બાગાયત અધિકારી કમલ ઠાકોર સહિત જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.  

Read More

સશક્ત મહિલા, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત

હિન્દ ન્યુઝ, જામનગર    મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આઈ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ‘પાપા પગલી’ યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.    કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ(TLM)ના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા,…

Read More

બરવાળા તથા રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓ માટે જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ    બોટાદ જિલ્લાનાં બરવાળા અને રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બરવાળા અને રાણપુર તાલુકામાં આવેલાં નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબંધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, બરવાળા-ભાવનગર હાઇ વે,બરવાળા ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૧૫/૦૯/૨૦૨૫થી મેળવી તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાનાં રહેશે.    સમય મર્યાદા બાદ તથા અધૂરી વિગતો તથા અધૂરા પુરાવાઓ વાળી મળેલી…

Read More

બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.               અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વાસ્મો કચેરી, બોટાદ…

Read More

ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, બોટાદ                ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/ 25 થી 12/09/ 25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ બોટાદમાં નગરપાલિકા દ્વારા ચાલતાં માઇક્રોવેવ કોમ્પ્યુટર કલાસીસમાં બહेનો સાથે કામકાજના સ્થળે જાતીય સતમણી અધિનિયમ 2013 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.               બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનના પી.એસ.આઈ. શ્રી એસ.એન.મકવાણા દ્વારા પોક્સો એક્ટ તેમ IUCAWની કામગીરી તેમજ દરેક બેહનો સ્વનિર્ભર…

Read More

બોટાદ ગણેશ પંડાલોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતું માહિતીપ્રદ સાહિત્યનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ     તાજેતરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ. આ લોકોત્સવ દરમિયાન બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગણેશ પંડાલોમાં વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વિવિધ યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો અંગેનું માહિતીસભર સાહિત્ય નાગરિકોને વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે તમામ વયજૂથના નાગરિકોએ સાહિત્ય મેળવીને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વધુ જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી. નાગરિકોએ આવા પ્રયાસોની પ્રશંસા કરી અને બોટાદ જિલ્લા માહિતી કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read More

ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા કચ્છના રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે રસ્તાઓ વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.     કચ્છના સુરજબારી રોડ તથા રાપર તાલુકાના ગાગોદર રામપર વાંઢ રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. સમય રહેતા પાણી ઓસરી જતાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરીંગ કરવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમો કામે લાગી છે. જેમાં ઝડપથી રોડ મોટરેબલ થાય…

Read More

સાર્વત્રિક વરસાદ બાદ અંજારના વિવિધ ગામોમાં સફાઈ અને ક્લોરિનેશનની કામરીગી પૂરજોશમાં 

હિન્દ ન્યુઝ, ભુજ,      કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ રોગચાળાના અટકાવ માટે તાલુકા પંચાયતો અને આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવી રાખવા નગરપાલિકા, પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના ઉપદ્રવ તથા પાણી અને જંતુજન્ય રોગચાળાને ફેલાતા અટકાવવા માટેની કામગીરી આરંભાઇ છે.      અંજાર તાલુકાના નાગલપર, સુગારીયા બોરસદ, બલોટ, દુધઈ, લોહારીયા તથા વીડી સહિતની ગ્રામ પંચાયતો તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ, પાણીના ક્લોરીનેશન તથા સાફ સફાઈની કામગીરી…

Read More

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન 

હિન્દ ન્યુઝ, કચ્છ      વડાપ્રધાનના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૧૭મી સપ્ટેમ્બરથી એક મહિના સુધી રોજ સવારે નિ:શુલ્ક યોગ અભ્યાસ, આહાર વિહારની સંપૂર્ણ માહિતી સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના નિ:શુલ્ક બોડી ચેકઅપ અને નિષ્ણાંતો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે.          આ અભિયાનનો ઉદ્દેશ્ય મેદસ્વિતામાંથી મુક્તિ, આરોગ્યપ્રદ યોગમય જીવનશૈલી અને સંતુલિત આહાર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે વજન ઘટાડવા માટે તથા…

Read More