હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે. આ બંને કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની લોક ભાગીદારી યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રી…
Read MoreMonth: September 2025
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે…
Read Moreપશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા પશુપાલકો માટે ‘પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર’ વિષય પર સુબીરના જમન્યામાળ ખાતે વિશેષ તાલીમ યોજાઈ –
હિન્દ ન્યુઝ, ડાંગ પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા તથા આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (આહવા-ડાંગ) ના સયુંકત ઉપક્રમે “પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર” વિષયક પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ જમન્યામાળ ગામ, સુબીર, ડાંગ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં કુલ ૪૫ પશુપાલકોએ ભાગ લીધો અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. મહેશ માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક) એ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. જીગર વી. પટેલ, (મદદનીશ પ્રાધ્યાપક) એ આદર્શ પશુ રહેઠાણ…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર…
સુશાસનના 4 વર્ષ હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બર 2024માં શરૂ કરેલ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર… મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા શરૂ થયેલી અનેક લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે…
Read Moreઆરટીઓ અંજાર ખાતે ટુ-વ્હીલર, થ્રી- વ્હીલર અને ફોર- વ્હીલર LVM કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર, ફોર – વ્હીલર એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૭/૦૯/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯/૦૯/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૯/૦૯/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૧/૦૯/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય…
Read Moreભુજ અને ભચાઉના વિવિધ ગામોમાં સફાઈ અને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ ભુજ અને ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા દ્વારા સફાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા માખી, મચ્છરના કરડવાથી રોગચાળો ન ફેલાય તે હેતુથી વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં પાણી અને જંતુજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુથી ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો.નારાયણ સિંઘના માર્ગદર્શનથી આરોગ્ય કર્મચારીઓ,આશા બહેનોની ટીમો બનાવી ગામો ગામ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રોગચાળો ફેલાતો અટકાવવા ત્વરિત પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં પાણીમાં ક્લોરીનેશનની કામગીરી તથા…
Read Moreમેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન
હિન્દ ન્યુઝ, ભુજ આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને…
Read Moreઝેરમુક્ત ખેતીથી આરોગ્યપ્રદ સમાજ તરફ મજબૂત પગલું એટલે પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતી : કુદરત સાથેનું સહઅસ્તિત્વ હિન્દ ન્યુઝ, ભુજ “જેવું વાવીએ તેવું લણીએ” આ કહેવત માત્ર પાક માટે જ નહીં, પણ આપણાં જીવનમૂલ્યો માટે પણ સાચી પડે છે. જો આપણે પ્રકૃતિ સાથે મળીને ચાલીએ તો તે હંમેશાં મહેરબાન રહે છે. પ્રાકૃતિક ખેતી તેનું જીવંત ઉદાહરણ છે. અતિવૃષ્ટિ હોય કે વરસાદ ખેંચાય … બંને પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. વધારાના પાણીથી પાક બળી જવાની ચિંતા રહેતી નથી અને વરસાદ ખેંચાય તો પણ જમીનનો ભેજ પાકને પિયત પૂરી પાડે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતો માટે સૌથી…
Read Moreગુજરાતમાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન
“સ્વચ્છોત્સવ-૨૦૨૫” હિન્દ ન્યુઝ, ભુજ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ અને GPKVNના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિઓનો જ એક ભાગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે…
Read More