દસક્રોઈની કુજાડ પ્રાથમિક શાળા નં-૨ માં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      લોકશાહી પ્રક્રિયા અને નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે, દસક્રોઈ તાલુકાની કુજાડ પ્રાથમિક શાળા નં-૨ માં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું! ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા, વિદ્યાર્થીઓને ચૂંટણીનું મહત્વ અને તેની પદ્ધતિ વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે મહામંત્રી, ઉપમહામંત્રી અને વિવિધ મંત્રી પદો માટે ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં કુમાર અને કન્યા બંને માટે કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી! ઉમેદવારોએ પોસ્ટરો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે…

Read More

પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક

હિન્દ ન્યુઝ, દાહોદ      પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે અંગે આપણે વિસ્તરથી જાણીએ. જમીન એ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે. જમીનનો નમૂનો લેવાની રીત જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે…

Read More

ડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી અંગેની પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ    આગામી તા.૯મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ દરબાર સાંસ્કૃતિક હોલ ખાતે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી સંદર્ભે પ્રાયોજના વહીવટદાર આનંદ પાટિલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. દરમિયાન પાટીલે જણાવ્યુ હતું કે તા.૯/૮/૨૦૨૫ના રોજ સવારના ૮.૪૫ કલાકે આહવાના ગાંધી ઉધાનથી કાર્યક્રમના સ્થળ સુધી ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર રેલી યોજાશે. આ રેલીમાં મુખ્ય મહેમાન, પદાધિકારીઓ, કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બને તે જરૂરી છે. કાર્યક્રમમા પધારનારા મહેમાનો તથા જનમેદની/લાભાર્થીઓ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની જામનગર જિલ્લાના નાગરિકોને ગુજરાત@૭૫ લોગો સ્પર્ધામાં સહભાગી થવા અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક અવસરની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત@૭૫’ ડિઝાઈનની થીમ પર એક આકર્ષક લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર લોગોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખનું ઇનામ આપવામાં આવશે, તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવશે. કલેક્ટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાના નાગરિકોને આ અમૂલ્ય તકનો લાભ લેવા અને ૨૮ જુલાઈથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર પોતાના ડિઝાઈન કરેલા લોગો સબમિટ કરવા…

Read More