જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ તથા સાયબર સેફટી અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું 

હિન્દ ન્યુઝ, જામનગર      મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૧૦માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે ડેપ્યુટી મેયર ક્રિશ્નાબેન સોઢાનાં અધ્યક્ષસ્થાને મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા ઘરેલું હિંસા ૨૦૦૫ કાયદા અંગે તથા પી.એસ.આઈ.શ્રી એચ.કે. ઝાલા દ્વારા સાઈબર ક્રાઈમ અંગે, ડીજીટલ માધ્યમથી મહિલાઓને સોશિયલ મીડીયાના માધ્યમથી થતા ગુન્હાઓ સબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.  જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા…

Read More

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જામનગર દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      દર વર્ષે 3 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેનો મુખ્ય હેતુ વપરાશવાળી પ્લાસ્ટિક બેગથી થતું પ્રદૂષણ ઘટાડવું અને તેના વિકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.  લોકો સ્વૈચ્છિક રીતે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે હેતુથી સરકાર દ્વારા પણ અનેક જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી દ્વારા લોકોને ૪૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પ્લાસ્ટીક બેગથી થતા નુકશાન અને તેનો ઉપયોગ ટાળવા જણાવ્યું…

Read More

શિહોર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની જરૂરિયાત અને તક પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ અને ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ (CBBO) રાજકોટ અને ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ FPO ના સંયુક્ત ઉપક્રમે આયોજીત પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ની જરૂરિયાત અને તક પરિસંવાદ બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે યોજાયો હતો.  જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક FPO ની એક જિલ્લા એક બ્રાન્ડ માટે આયોજિત પરિસંવાદમા અધ્યક્ષ ડો. ડૉ. વી. પી. રામાણી (રિસોર્સ પર્સન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ) ઉપસ્થિત રહેલ જેણે પ્રાકૃતિક ખેત પેદાશની મૂલ્યવર્ધન અને માર્કેટિંગની માહિતી આપેલ ઉપરાંત ઘાસ વસર્ગીય અને આયુર્વેદમા ઉપયોગી એવા…

Read More

ભાવનગર ખાતે ઓઈલપામને લગતી બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર ખાતે ઓઈલપામને લગતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશી અને પ્રી યુનીક લિમિટેડના ગુજરાત હેડ શ્રી રવીન્દર તેમજ ભાવનગર જિલ્લાના ઓફિસર તથા જિલ્લામાં કાર્ય કરતા સ્ટાફ અને ખેડૂતો હાજર રહ્યા હતા.  આ મિટિંગમાં 2025~26 માં ઓઈલપામના વાવેતરને લગતી ચર્ચા કરવામાં આવી અને આગળ કેમ વધારેમાં વધારે ઓઈલ પામનું વાવેતર જિલ્લામાં વધે તેની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં ઓઈલ પામનું વાવેતરમાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે દિશામાં કામ આગળ વધે તે રીતે કાર્ય કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી.

Read More

ભાવનગર તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. અભ્યાસ ન કરતાં સ્પર્ધકોએ પોતાના વિસ્તાર મુજબ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરના કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે…

Read More