હિન્દ ન્યુઝ, અમદાવાદ લોકશાહી પ્રક્રિયા અને નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે, દસક્રોઈ તાલુકાની કુજાડ પ્રાથમિક શાળા નં-૨ માં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું! ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા, વિદ્યાર્થીઓને ચૂંટણીનું મહત્વ અને તેની પદ્ધતિ વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે મહામંત્રી, ઉપમહામંત્રી અને વિવિધ મંત્રી પદો માટે ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં કુમાર અને કન્યા બંને માટે કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી! ઉમેદવારોએ પોસ્ટરો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર…
Read MoreMonth: July 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે અંગે આપણે વિસ્તરથી જાણીએ. જમીન એ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે. જમીનનો નમૂનો લેવાની રીત જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે…
Read Moreડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી અંગેની પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી તા.૯મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ દરબાર સાંસ્કૃતિક હોલ ખાતે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી સંદર્ભે પ્રાયોજના વહીવટદાર આનંદ પાટિલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. દરમિયાન પાટીલે જણાવ્યુ હતું કે તા.૯/૮/૨૦૨૫ના રોજ સવારના ૮.૪૫ કલાકે આહવાના ગાંધી ઉધાનથી કાર્યક્રમના સ્થળ સુધી ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર રેલી યોજાશે. આ રેલીમાં મુખ્ય મહેમાન, પદાધિકારીઓ, કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બને તે જરૂરી છે. કાર્યક્રમમા પધારનારા મહેમાનો તથા જનમેદની/લાભાર્થીઓ…
Read Moreજિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની જામનગર જિલ્લાના નાગરિકોને ગુજરાત@૭૫ લોગો સ્પર્ધામાં સહભાગી થવા અપીલ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક અવસરની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત@૭૫’ ડિઝાઈનની થીમ પર એક આકર્ષક લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર લોગોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખનું ઇનામ આપવામાં આવશે, તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવશે. કલેક્ટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાના નાગરિકોને આ અમૂલ્ય તકનો લાભ લેવા અને ૨૮ જુલાઈથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર પોતાના ડિઝાઈન કરેલા લોગો સબમિટ કરવા…
Read Moreપેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગની ૦૯ ટીમ કાર્યરત
હિન્દ ન્યુઝ, પેટલાદ પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા ૦૯ જેટલી આરોગ્યની ટીમો બનાવીને રોગચાળા અંતર્ગત ચાંગા ગામ ખાતે વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની, તાડ ફળિયું વિગેરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ડોક્ટર પિયુષ પટેલે ચાંગા પ્રાથમિક આરોગ્ય કેંદ્રની આરોગ્યની ટીમોને રોગચાળા અટકાયતી અંગે તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લીંકેજ તાત્કલિક રીપેર કરવા ગ્રામ પંચાયતને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંગા ગામમાં વ્હોરવાડ,…
Read Moreઆણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પડવાના હેતુથી ધિરાણ મેળવવા તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી અરજી કરો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવા માટેની મુદતમાં વધારો કરી આગામી તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર-પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જે આપની અરજી ઓનલાઇન કરવા માટે મદદરૂપ થશે. અરજી ફોર્મ કન્ફોર્મ થયા બાદ…
Read Moreઆણંદ જિલ્લાના ખેડૂતો મીની ટ્રેક્ટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના તમામ ખેડૂતોએ આઇ ખેડુત( https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તારીખ ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે. નવીન…
Read Moreઆણંદ જિલ્લામાં ગણેશોત્સવ પર્વે ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ પ્રચલીત રીત-રીવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આવી રીતે વિસર્જીત કરી દેવા માટેની હંગામી સ્થાપન કરેલ મુર્તીઓ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવવામાં આવતી હોય છે. જેમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થાય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવાથી પાણી જન્ય જીવો નાશ પામી શકે છે. તેમજ કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં…
Read Moreસરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ૭૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવી હતી અને આણંદ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ સહાયકો ફાળવવામા આવ્યા હતા. આણંદ જિલ્લામાં સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ ૭૮ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એ નવનિયુક્ત શિક્ષકોને ફરજ પૂરી પ્રામાણિકતાથી અને…
Read More