હિન્દ ન્યુઝ, બોટાદ સમાજમાં ફરજ બજાવતા કર્મચારી જ્યારે પોતાની ફરજને અંત:કરણ સાથે જીવવા લાગે, ત્યારે જન્મે છે આવી કોઈ અદ્વિતિય પહેલ… જેમ કે બોટાદ પોલીસનું “માનવતાની મહેંક સ્ટોલ”બોટાદના એક નાનકડા સ્ટોલમાંથી આવતી “માનવતાની મહેક” આજે આખા ગુજરાતને મહેકવી રહી છે. આ કોઈ વેપારિક સ્ટોલ નથી, અહીં વેચાણ નથી, અહીં ભાવ છે… લાગણીઓના, સહાનુભૂતિના અને સાચી માનવતાના…. બોટાદ પોલીસની અનોખી પહેલ “માનવતાની મહેંક સ્ટોલ”ની સેવાકીય પ્રવૃત્તિઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી હતી. તેમણે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાને અભિનંદન…
Read MoreDay: June 30, 2025
બોટાદ શહેરના મામલતદારની અધ્યક્ષતામાં પાટી ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત દ્વિતિય દિવસે બોટાદ શહેરના મામલતદાર એમ. એમ. પરમારના અધ્યક્ષ સ્થાને પાટી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. મામલતદારએ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો હતો. આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીએ દ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જળ ભવિષ્યના નિર્માણ માટે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો, આચાર્ય – શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreપ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ધ્રોલ વાડી શાળા અને ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ વાડી શાળાનં.1 તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના તથા નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ થકી તેજસ્વી વિદ્યાર્થીઓને તથા પાત્રતા ધરાવતા…
Read Moreકેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરા હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા, નેસડા પ્રાથમિક શાળા, હડિયાણા કન્યા શાળા અને હડિયાણા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ…
Read More