બોટાદ શહેરના મામલતદારની અધ્યક્ષતામાં પાટી ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ 

              શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત દ્વિતિય દિવસે બોટાદ શહેરના મામલતદાર એમ. એમ. પરમારના અધ્યક્ષ સ્થાને પાટી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. મામલતદારએ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો હતો. 

           આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીએ દ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જળ ભવિષ્યના નિર્માણ માટે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો, આચાર્ય – શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment