છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન ડ્રાય રન (મોકડ્રિલ) યોજાઈ

હિન્દ ન્યૂઝ , છોટાઉદેપુર 

 

           છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.

 

            હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીથી બાકાત નથી. કોવિડ-૧૯ને અટકાવવા માટે વેકસિન જ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસની બે રસીને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસીકરણની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ કોવિડ-૧૯ની રસીકરણ માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન આરોગ્ય વિભાગના દ્વારા કઇ રીતે રસી આપવી તે અંગે પ્રેકટીશ કરવામાં આવી હતી. આ ઉપરાંત રસીને જાળવણી, આઇસ બોકસમાં રસીને કઇ રીતે રાખવી. રસીકરણ માટે આવનાર લાભાર્થીઓના રજીસ્ટ્રેશન કરવાની કામગીરી તથા રસીકરણ બાદ લાભાર્થીઓને રાખવા માટેની વ્યવસ્થા સહિતની સગવડ અંગે વિગતે આયોજન અંગેની મોકડ્રિલ કરાઇ હતી.


જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડ્રાય રન રાઉન્ડ દરમિયાન ઉપસ્થિત મીડીયાકર્મીઓ સાથે વાત કરતા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં જનરલ હોસ્પિટલ સહિત અન્ય ત્રણ સ્થળે કોરોના વેકસિન માટેની ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા ઘણી સુપેરે ગોઠવવામાં આવી હોવાનું જણાવી તેમણે વેકસિન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ અને વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે સુપેરે ચાલશે તો એક દિવસમાં ૧૦૦ લાભાર્થીઓને વેકસિન આપવામાં આવશે એમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે પણ ડ્રાય રન રાઉન્ડ દરમિયાન જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ વેકસિનેશન હોલ, ઓબ્ઝર્વેશન રૂમ, વેઇટિંગરૂમ સહિતની વ્યવસ્થાઓનું નિરક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાલસંડા, અર્બન હેલ્થ સેન્ટર, છોટાઉદેપુર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઝોઝ ખાતે ડ્રાય રન (મોકડ્રિલ) યોજવામાં આવી હતી.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment