હિન્દ ન્યુઝ, જામનગર ગોકુલ નગર, ઉદ્યોગ નગર, પાણાખાણ, રડાર રોડ, સાયોના શેરી અને જકાતનાકા વિસ્તારના વાલીઓ માટે સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુવિધા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વાલીઓ પોતાની દીકરીઓને સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણાવવા માંગતા હોય અથવા હાલ અભ્યાસ કરતી હોય તેવી વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ માટે વિદ્યાર્થીનીઓએ સવારે 9:30 વાગ્યે રડાર ગેટ, શાયોના શેરી, ગોરબાપા સોડાવાળા, જકાતનાકું, પાણાખાણ નાકા ખાતેના બસ સ્ટોપ ખાતે પહોંચવાનું રહેશે. જે વાલીઓ આ સુવિધાનો…
Read MoreDay: June 17, 2025
“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”
હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ. લીંબોળી શું છે? લીંબોળી એ લીંબડાના ઝાડ પરથી મળતી ફળ છે. જેમાં એઝાડીરેક્ટિન અને અન્ય બાયોએટીવ કોમ્પાઉન્ડ્સ હોય છે. આ રાસાયણિક તત્વો કૃત્રિમ કિટનાશકોની જેમ કાર્ય કરે છે અને કૃષિ જીવાતોને નિયંત્રિત…
Read Moreઆણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાભવેલ અને જીટોડીયા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવામાં આવી રહી છે, જે કામગીરી પૂર્ણતાના આરે છે. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૨૦ જેટલી આંગણવાડીઓને આવરી લઈને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે, જે કામ પૂર્ણ થવામાં છે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ આંગણવાડી બનાવવા બદલ આણંદના…
Read Moreઆણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે
તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હિન્દ ન્યુઝ, આણંદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને શનિવારના રોજ સવારના ૫-૪૫ કલાક થી ૮-૦૦ કલાક દરમિયાન શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ યોગ દિવસની ઉજવણીના નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી, આણંદની નિમણૂંક કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં યોજાનાર આ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત અધિકારી, કર્મચારીઓની સાથે આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી થવા જિલ્લા કલેકટર…
Read Moreતા. ૧૮ મી જૂન થી આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરવા તા. ૧૮ જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૧૮ જૂન, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી તા.૦૧ જુલાઈ (૧૪ દિવસ) સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને લઇ આણંદ જિલ્લાના ખેડૂતોએ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુમાં અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ આણંદ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે.
Read Moreઆણંદ જિલ્લાના કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને સાઈડ કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૮જૂન થી તા.૦૨જુલાઈ સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ, કલ્ટીવેટરમાં રૂપિયા ૧૦૦૦૦ પ્રતિ એકમ, ટ્રેલર મીનીમાં રૂ.૪૦૦૦૦ પ્રતિ એકમ અને પાણીનું ટેન્કરમાં રૂ.૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે સરકાર શ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનાઓમાં…
Read Moreઆણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. આ મુસાફરોના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ડીએનએ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ ૭૨ કલાક બાદ આવતો હોય છે, જેને ધ્યાને લઈ જે મૃતકના ડીએનએ સેમ્પલ તેમના પરિવારના વ્યક્તિ સાથે મેચ થાય છે, તે મૃતકના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આણંદ જિલ્લામાં તા. ૧૭/૦૬/૨૦૨૫, મંગળવારના રોજ બપોરના ૧૬-૦૦ કલાક સુધીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ૩૩ પૈકી ૮ મુસાફરોના મૃતદેહો તેમના પરિવારના લોકોને સોંપવામાં આવ્યા છે. જેમાં…
Read Moreસાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો
હિન્દ ન્યુઝ, આણંદ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૩ ગેટ (નં.૨૬,૨૭ અને ૨૮)(૧.૫૦ ફૂટ) તથા ૨૫ નંબરનો ગેટ ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ સૂચિત પાણીના જથ્થા અન્વયે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત કરવા તથા સલામતીના યોગ્ય પગલા લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ૪૭ મી.મી વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલામાં તાલુકામાં ૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેમાં અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો, તાલાલામાં ૫૯, ઉનામાં ૫૮, કોડિનારમાં ૫૫, સુત્રાપાડામાં ૫૩, વેરાવળ-પાટણમાં ૩૦ અને ગીર ગઢડામાં ૨૭ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૪૭ મી.મી. વરસાદ પડ્યો છે.
Read Moreજિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ગર્ભ પરિક્ષણ પર તંત્ર તવાઇ લાવશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત એ વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે. પરંતુ સ્ત્રી-પુરુષના જાતિ ગુણોત્તરમાં ક્યાંક-ક્યાંક અસમાનતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આ ગુણોત્તર વચ્ચેની ખાઇ વધતી જાય છે. સમાજમાં દિકરાઓ માટેનું વધુ મહત્વ અને દિકરીને બોજ સમાજવાની સામાજિક માનસિકતાને કારણે દિકરા અને દિકરીઓનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. નવા શોધાયેલા મેડિકલના ઉપકરણો ખાસ કરીને સોનોગ્રાફી જેવા મશીનોને કારણે ગર્ભમાં જ દિકરો છે કે દિકરી તે જાણવાની ઉત્કંઠાને કારણે પણ ગર્ભપાતનું પ્રમાણ પણ વધ્યું છે. ક્યાંક લેભાગુ ડોક્ટરોની પૈસા કમાવવાની લાલચાને કારણે…
Read More