સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનોઓ માટે ગોકુલ નગર, ઉદ્યોગ નગર, પાણાખાણ, રડાર રોડ, સાયોના શેરી અને જકાતનાકા વિસ્તારની બસ સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, જામનગર 

      ગોકુલ નગર, ઉદ્યોગ નગર, પાણાખાણ, રડાર રોડ, સાયોના શેરી અને જકાતનાકા વિસ્તારના વાલીઓ માટે સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુવિધા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વાલીઓ પોતાની દીકરીઓને સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણાવવા માંગતા હોય અથવા હાલ અભ્યાસ કરતી હોય તેવી વિદ્યાર્થીનીઓ માટે આ સુવિધાનો લાભ લઈ શકે છે.

આ માટે વિદ્યાર્થીનીઓએ સવારે 9:30 વાગ્યે રડાર ગેટ, શાયોના શેરી, ગોરબાપા સોડાવાળા, જકાતનાકું, પાણાખાણ નાકા ખાતેના બસ સ્ટોપ ખાતે પહોંચવાનું રહેશે.

જે વાલીઓ આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા હોય અથવા પોતાની દીકરીઓને સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવવા માંગતા હોય, તેઓએ વધુ માહિતી માટે શાળાનો રૂબરૂ સંપર્ક કરવા શાળાના આચાર્યા દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment