હિન્દ ન્યુઝ, અમદાવાદ ખેડૂતોએ શિબિરમાં વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, સરકારની વિવિધ કૃષિ યોજાનાઓની જાણકારી સાથે મધમાખી ઉછેરની માહિતી મેળવી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના ચેખલા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ, કૃષિના અધતન સંશોધનો અને ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે સર્વે ખેડૂતો માહિતગાર થયા
Read MoreMonth: June 2025
ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક
🚨 રાજકોટ BIS ટીમની કાર્યવાહી હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક વાપરવામાં આવી રહ્યો હતો! 📍 “નંદન ફાયર પ્રોટેક્શન” ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) ની ટીમે દરોડા પાડીને અસલ હકીકત બહાર લાવવામાં આવી – અહીં અગ્નિશામક સાધનોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. 👨✈️ BIS રાજકોટ બ્રાન્ચના સત્યેન્દ્ર કુમાર પાંડે, રાહુલ રાજપૂત અને શુભમની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી. 📦 જપ્ત કરાયેલ સામગ્રી: 🔹 લેન્ડિંગ વાલ્વ – ૪૯ યુનિટ 🔹 બ્રાન્ચ પાઈપ સાથે નોઝલ – ૧૦૦ યુનિટ 🔹…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, ડભોઇ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૦ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે ૦ માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો ૦ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો ૦ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી “અમૃત પેઢી” ઘડવી પડશે
Read Moreબારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે ખેડૂત સંમેલન યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા.૧૨મી જૂનના રોજ સવારે ૧૦.૩૦ વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિમંત્રી, સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
Read Moreગુજરાત હાઇકોર્ટ માટે નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લીધા
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Read Moreસાયન્સ સિટી ખાતે આત્મનિર્ભર ભારત સંદર્ભે ‘ફ્રોમ લેબ ટુ માર્કેટ : ટીડીબી બ્રિજીસ ધ ગેપ’ વિષય પર એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે કે દરેક ટેકનોલોજી અને ઇનોવેશનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે : અગ્ર સચિવ મોના ખંધાર ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગુજકોસ્ટ અને ટીડીબીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંગોષ્ઠિ સ્વદેશી ટેકનોલોજીના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિવિધ સત્રોનું આયોજન થયું આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ટીડીબીના સચિવ રાજેશકુમાર પાઠકની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્ર સરકારના ટેકનોલોજી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી ‘ ટીડીબી આત્મનિર્ભર યાત્રાનો પ્રારંભ ગુજરાતથી થયો
Read Moreસમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧,૩૩૨ વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લામાં ૨૫.૮૧ લાખ નાગરિકોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧,૩૩૨ વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક • શહેરી વિસ્તારમાં ૧૫ ઝોનમાં કુલ ૮૬૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ તાલુકાઓમાં ૪૬૪ વાજબી ભાવની દુકાનો આવેલી છે. • અમદાવાદ શહેરના ૩,૭૫,૮૫૨ કાર્ડધારકોના ૧૮,૦૫,૮૫૩ કુટુંબીજનો અને અમદાવાદ ગ્રામ્યના ૧,૮૯,૦૯૫ કાર્ડધારકોના ૭,૭૫,૮૦૩ કુટુંબીજનોને મળી રહ્યો છે સીધો લાભ • સમગ્ર અમદાવાદ જિલ્લામાં (શહેરી અને ગ્રામ્ય) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧,૯૭,૮૯૧ પરિવારોને લાભ
Read Moreવર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
Read Moreઅર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિવિધ રીતે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કન્સ્ટ્રક્શન કે અન્ય ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે જોડાય તો ભારત @2047ના નિર્માણને વેગ મળશે:- મંત્રી ઋષિકેશ પટેલ
Read Moreબાળરોગ સર્જરી સપ્તાહ દરમ્યાન નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો
હિન્દ ન્યુઝ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળી માં ફસાઇ ગયો અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો દર વર્ષે ૨ થી ૮ જુન ના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપર થી માતાપિતા અને પરીવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગ ના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
Read More