ગુજરાત હાઇકોર્ટ માટે નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લીધા

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

    ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment