🚨 રાજકોટ BIS ટીમની કાર્યવાહી
હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક વાપરવામાં આવી રહ્યો હતો!
📍 “નંદન ફાયર પ્રોટેક્શન” ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) ની ટીમે દરોડા પાડીને અસલ હકીકત બહાર લાવવામાં આવી – અહીં અગ્નિશામક સાધનોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.
👨✈️ BIS રાજકોટ બ્રાન્ચના સત્યેન્દ્ર કુમાર પાંડે, રાહુલ રાજપૂત અને શુભમની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી.
📦 જપ્ત કરાયેલ સામગ્રી:
🔹 લેન્ડિંગ વાલ્વ – ૪૯ યુનિટ
🔹 બ્રાન્ચ પાઈપ સાથે નોઝલ – ૧૦૦ યુનિટ
🔹 થર્મોપ્લાસ્ટિક હોઝ રીલ્સ – ૧૭૨ યુનિટ
🔥 BIS દ્વારા મળી રહેલી ચેતવણી સ્પષ્ટ છે:
નિયમોનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે અને જનસુરક્ષામાં કોઇપણ પ્રકારની ખામી સહન નહીં થાય.
📣 અપીલ:
તમારું જીવન મૂલ્યવાન છે – ફક્ત પ્રમાણિત અને BIS લાઇસન્સ ધરાવતા ફાયર સેફ્ટી ઉપકરણોનો જ ઉપયોગ કરો!

