દિવ નાં ઘોઘલા માં શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે શિવ પાર્વતિ નાં લગ્નની યાદમાં પાલખી યાત્રા

હિન્દ ન્યુઝ, દીવ      દીવ નાં ઘોઘલા માં શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે શિવ પાર્વતિ નાં લગ્નની યાદમાં પાલખી યાત્રા યોજીને મઢી પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. હોળી અને ધુળેટી નાં તહેવારો બાદ દિવ – ઘોઘલા ખારવા સમાજનાં ૯૫ ટકા લોકો કે, જેઓ દરિયાઈ માછીમારી સાથે અને મરચન્ટ નેવી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પ્રતિવર્ષ ઘોઘલા ગામમાં હોળી માં ધુળેટી નાં પર્વ પછી ના પ્રથમ સોમવારે ખારવા સમાજ ના નવા જનરલ પટેલ ની વરણી કર્યા બાદ ખારવા સમાજ દ્વારા પરંપરાગત શિવ પાર્વતિ ની પાલખી યાત્રા…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર માટે “જાતિગત સંવેદનશીલતા” વિષય પર સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ           તારીખ ૧૦/૦૩/૨૦૨૫ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદુષી સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલી “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે માન. કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશી ની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર માટે “જાતિગત સંવેદનશીલતા” વિષય પર સેમીનારનું‌ બે સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું.          દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા પહેલાં સેસનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સમાજ કાર્ય ભવનનાં…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઇ બેરાના હસ્તે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસ.ટી.ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને ફાળવવામાં આવેલ રૂ.603.08 લાખના ખર્ચ થકી આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી.વર્કશોપનું 17, 623 ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી…

Read More

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, મોરબી     હાલમાં ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું…

Read More

जिलाधिकारी यशपाल सिंह मीणा ने किडनी प्रत्यारोपण मरीज का आधे घंटे में कराया आवासीय सत्यापन

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के प्रयास से किडनी प्रत्यारोपण की एक महिला मरीज का आपरेशन के पूर्व दस्तावेज सत्यापन का काम महज आधे घंटे में हो गया। अस्पताल में भर्ती हाजीपुर जौहरी बाजार की महिला रेणु प्रसाद के स्वजन इस काम के लिए लगभग दस दिनों से विभिन्न कार्यालयों का चक्कर लगा रहे थे। जिलाधिकारी यशपाल सिंह मीणा तक यह बात पहुंचते ही उन्होंने मानवीय संवेदना से प्रभावित होकर खुद ही सक्रिय हो गए और अधिकारियों को निर्देश देकर महिला के आवासीय दस्तावेज सत्यापन…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે. 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોની જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે કરવામાં આવેલ નગરપાલિકાઓના અપગ્રેડેશનના પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.

Read More

ભાવનગરના જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા” નો કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર નમો સખી સંગમ મેળો એ નારીશક્તિની કુશળતા, સર્જકતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે : કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન કરાયું: સ્વસહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત “નમો સખી સંગમ મેળા” માં સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન યોજાશે

Read More

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ પંચમહાલ જવા માટે તા.૧૨ માર્ચ સુધી એસ.ટી. વિભાગ ૫૫૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે હિન્દ ન્યુઝ, સુરત      સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા ૫૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી ૩૦ હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે. 

Read More

તા.૧૧મીએ નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજાશે

રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક હિન્દ ન્યુઝ, સુરત     સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

Read More

તાલુકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે બેટરી ટેસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત      સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં પ્રવેશ માટે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ સુરત જિલ્લામાં તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી ૮ વિજેતા થયેલા વિજેતા ખેલાડી (ભાઈઓ/બહેનો) માટે જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરત જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ યાદી પ્રમાણે આવકાર્ય છે. 

Read More