હિન્દ ન્યુઝ, દીવ
દીવ નાં ઘોઘલા માં શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે શિવ પાર્વતિ નાં લગ્નની યાદમાં પાલખી યાત્રા યોજીને મઢી પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે.
હોળી અને ધુળેટી નાં તહેવારો બાદ દિવ – ઘોઘલા ખારવા સમાજનાં ૯૫ ટકા લોકો કે, જેઓ દરિયાઈ માછીમારી સાથે અને મરચન્ટ નેવી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પ્રતિવર્ષ ઘોઘલા ગામમાં હોળી માં ધુળેટી નાં પર્વ પછી ના પ્રથમ સોમવારે ખારવા સમાજ ના નવા જનરલ પટેલ ની વરણી કર્યા બાદ ખારવા સમાજ દ્વારા પરંપરાગત શિવ પાર્વતિ ની પાલખી યાત્રા યોજીને મઢી નો પર્વ ધામધુમ થી ઉજવામાં આવે છે.

સમાજની પરંપરા મુજબ નવનિયુક્ત પટેલ ની આગેવાની માં સમાજ ની મહિલાઓ અને પુરુષો દ્વારા વાજતે ગાજતે ભજન કીર્તન અને ધુનો ની રમઝટ સાથે ઘોઘલા ના સાત ચોરા તેમજ મુખ્ય માર્ગો થી ભગવાન શ્રી શિવ પાર્વતી ની પાલકી યાત્રા ફેરવવામાં આવે છે.
પરંપરાગત મઢી નો તહેવાર જે શીવ પાર્વતી ના લગ્ન ની યાદ સ્વરૂપે કુંવારી કન્યાઓ અને પતિવ્રતા સ્ત્રિઓ ઉપવાસ રાખી શીવ પાર્વતી અને ગણેશજી ની મૂર્તિ સ્વરૂપનાં ચરણોને દૂધ થી ધોઈ, ધાણી, ફૂલહાર, શ્રીફળ, મેખડો અર્પણ કરી, ધાણી થી વધાવીને શિવ પાર્વતીનાં આશીર્વાદ મેળવે છે.
નોંધનીય છે કે, મઢી નો તહેવાર ભારતભરમાં ફક્ત ને ફક્ત ખારવા સમાજ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવ નાં ઘોઘલા ગામમાં શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા જ ઉજવવામાં આવે છે.

મઢી ના પાવન અવસર પર નાના ભૂલકાઓ ને ભગવાન શિવ પાર્વતી ની મઢી ની પ્રદક્ષિણા કરાવી ભગવાન એ પહેરેલ હાર આશીર્વાદ રૂપે પહેરાવવામાં આવે છે. માન્યતા છે કે, મઢી ના દિવસે ભગવાન શિવ પાર્વતી પાસે સાચા દિલ થી શ્રદ્ધાપૂર્વક માંગવામાં આવતી લોકોની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, માટે ખારવા સમાજ ની સાથે સાથે દરેક સમાજ ના લોકો ભગવાન શિવ પાર્વતી ના દર્શને આવે છે
આજના આ કાર્યક્રમ માં ADM વિવેક કુમાર .ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા. જનરલ ખારવા સમાજ ના પટેલ જીતેન્દ્ર દિવેચા હાજર રહિયા હતા.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ
