હિન્દ ન્યુઝ, સુરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. (Sports Authority of Gujarat) દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટે ફોર્મ ભરી…
Read MoreMonth: March 2025
સાંસદ પ્રભુભાઈ વસાવાએ સુરત અને તાપી જિલ્લામાં જળસંચયના કામો માટે રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરણાથી દેશભરમાં ‘જળસંચય જનભાગીદારી’ પહેલ હેઠળ જળસંચય અભિયાન વેગવાન બન્યું છે. સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદી પણ ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે તે માટે જળસંચય (વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરી માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજના નિધિમાંથી સુરત અને તાપી જિલ્લા માટે રૂ.૨૫-૨૫ લાખ મળી કુલ રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
Read Moreઆંબાના જૂના બગીચાઓને નવસર્જન કરવા બાગાયત વિભાગ દ્વારા નવીનીકરણ માટે સહાય આપવામાં આવે છે
હિન્દ ન્યુઝ, સુરત આંબાની ૪૦ થી ૫૦ વર્ષ કે તેથી વધુ જૂની વાડીઓમાં મોટા ઝાડોના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી થતી હોય છે. જેથી આંબાના વૃક્ષોને ચોક્કસ ઊંચાઈએથી સંપૂર્ણપણે અથવા અંશત: છટણી કરી ત્યારબાદ કેળવણી કરી જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવવાની પધ્ધતિ એટલે નવીનીકરણ. સામાન્ય રીતે જ્યાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે, એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કૂંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે વૃક્ષને ૩-૪ મીટરની ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે. આ પ્રકારની છટણી બાદ આંબામાં મેઝનો…
Read Moreરાજકોટ જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, નૂરબીબી, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશિષ્ટ “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હાથ…
Read Moreનવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુવરજીભાઇ બાવળીયા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા, જળ સંસાધન બાબતોના મંત્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે ગોમા નદી ઉપર રૂ. એક કરોડ, સત્તર લાખ, તેર હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે ૬૫ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ કમ કોઝવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૯૩.૦૦ ચો.કિમી. જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૬૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે…
Read More‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ
હિન્દ ન્યુઝ, રાજકોટ ‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ સાથે પ્રાકૃતિક ખેતી શરુ કરનારા ઉપલેટા તાલુકાના વડાળી ગામના નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે. વડાળી ખાતે નીતિનભાઈએ ૪૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરુ કરેલી. જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. આજના સમયની માંગ મુજબ હવે બ્રોકલીની ખેતી પણ તેઓએ શરુ કરી છે. આ સાથે ફાર્મમાં મોટા ભાગના વિસ્તારમાં તેમણે લીંબુનું વાવેતર કરેલું છે. રોજબરોજના ભોજનમાં ઉપયોગી રાસાયણિક ખાતર વગરના શાકભાજી મળી રહે તે માટે કોબી,ગુવાર, ભીંડો,…
Read Moreરારાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભ પ્રસંગે હેમુ ગઢવી હોલ ખાતે આપાતકાલીન પરિસ્થિતિ વિશે એસ.ડી આર.એફ ની કંપની એસ.આર.પી. ગ્રુપ ૧૩ ઘંટેશ્વર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. શિબિરમાં સાયબર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી વેગડ દ્વારા સાયબર સિક્યુરિટીની તથા રાજકોટ મહાનગર પાલિકાના ફાયર ઓફિસર શ્રી તેજસ ગઢવી દ્વારા ફાયર સેફ્ટી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે રેડ ક્રોસ સોસાયટીના ફર્સ્ટ એઈડ ટ્રેનર શ્રી બીપીનભાઈ લો અને રહીમભાઈ દલ દ્વારા તમામ…
Read Moreરાજકોટ ખાતે આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસ્સાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
Read Moreજામનગર ખાતે આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ…
Read Moreનયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા 🔶 જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાકીય સહયોગ આપશે 🔶 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફૂલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે
Read More