નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુવરજીભાઇ બાવળીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા, જળ સંસાધન બાબતોના મંત્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે ગોમા નદી ઉપર રૂ. એક કરોડ, સત્તર લાખ, તેર હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે ૬૫ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ કમ કોઝવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૯૩.૦૦ ચો.કિમી. જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૬૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે અવર-જવર કરવા ચેકડેમની સાથે કોઝવેનો લાભ મળશે અને વધુમાં ગામની આશરે ૩૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે. આ ઉપરાંત, કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.

Related posts

Leave a Comment