શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25 માં 76 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ              શ્રી બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25 માં 76 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં દિવ્યાંગ બાળકી સગુણાબેન રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ સલામી પણ આપવામાં આવી. સાથે ગામ વિસ્તારમાં એક વર્ષમાં જન્મેલી બાળકીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકૃતિઓ રજૂ કરી દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.એમ.સી. અધ્યક્ષ વિષ્ણુદાસ દાણીધા, માજી ઓપરેટર રવજીભાઈ વાટકીયા, એસ.એમ.સી. સભ્ય સુરેશભાઈ અને વિનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

વસો ગામ ના પ્રાથમિક શાળામાં ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર               ગળતેશ્વર ના વસો ગામ ના પ્રાથમિક શાળામાં ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી.   ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામે ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વસો પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું. જેમાં મોદીજી ના સુત્ર પ્રમાણે બેટી બચાવો બેટી પઢાઓ ને ધ્યાન માં રાખીને વસો ગામ ની શેખ લુગનાબાનું આબીદમિયા ના હાથે ધ્વજ વંદન કવામાં આવ્યું. જેમાં પ્રાથમિક શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.  રિપોર્ટર : મોહિન મલેક,…

Read More

જસદણ ન્યાયાલયમાં ૨૬ મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, જસદણ                            જસદણ ન્યાયમંદિર ખાતે ૨૬ મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલન જજ અને એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જ્જ અને જ્યુડી.મેજિસ્ટ્રેટ કે.એન.જોષી ની હાજરીમા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ન્યાય મંદિર ખાતે કરવામાં આવેલ.              આ રાષ્ટ્ર પર્વની ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટનાં સિનિયર એડવોકેટ વી.એન.વાલાણી, આર.એન.શેઠ, જાગેશભાઈ મણીયાર, યાકુબભાઈ દલાલ, ભીમભાઇ ધાંધલ, મધુબેન તોગડીયા…

Read More

કાલાવડ બાર એસોસિએશન દ્વારા ‘રકતદાન કેમ્પ’ નું આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ               રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે કાલાવડ બાર એસોસિએશન ‘બાર અને બેંચ’ નાં ઉપક્રમે જામનગર જી.જી હોસ્પિટલ ના ડોક્ટરોના સહકાર સહયોગ થી કાલાવડ કોર્ટ બિલ્ડીંગ ખાતે “બ્લડ ડોનેશન કેમ્પ” યોજાયો. આ બ્લડ ડોનેશન કેમ્પ માં કાલાવડ પ્રિન્સીપાલ સીવીલ જજ એન્ડ જયુડિ. મેજિસ્ટ્રેટ (ફ.ક.) આર.કે.ટંવર નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી “રક્તદાન કેમ્પ” ની શરૂવાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં એ.પી.પી. કારિયા, સી.ઓ.સી. એમ.આર.ગઢવી સાથે વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી જયેશભાઈ વાઘાણી દ્વારા તમામ રક્તદાન કરનાર રક્તદાતાઓનું સ્વાગત કરેલ…

Read More

કાલાવડ શહેરની તાલુકા શાળા નં -૧ સી.આર.સી હેઠળની “શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા” નાં શિક્ષકશ્રી ને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ પ્રદાન

હિન્દ ન્યુઝ, કાલાવડ      રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના કાલાવડ શહેરની તાલુકા શાળા નં -૧ સી.આર.સી હેઠળની “શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા” નાં સારસ્વત સન્માનનીય શ્રી જીતેશભાઇ મારકણા ને કાલાવડ મામલતદારશ્રી નાં હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ પ્રદાન કરવામાં આવેલ.          શિક્ષક શ્રી જીતેશભાઇ મારકણા ની શાળા પ્રત્યે ની કામગીરી બિરદાવવા લાયક જ નહિ પરંતુ કાલાવડ શહેરના ઇતિહાસમાં નોંધનીય રહેશે. તેઓએ કોરોના કાળ સમયે શાળા બંધ થવાના આરે ઉભેલી શાળાને નવો પ્રાણ ફૂંક્યો તેમજ સજીવન કરી હતી. તેઓ ઘરે ઘરે જઈને બાળકોના વાલીઓને શિક્ષણનું મહત્વ…

Read More

“કાલાવડ મંદિર વિકાસ સમિતિ” દ્વારા સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે માઈક સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું “કાલાવડ મંદિર વિકાસ સમિતિ” -: વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ :- કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ હિન્દ ન્યુઝ, કાલાવડ    …

Read More

અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ               અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે ડૉ. સીમાબેન પટેલ સંચાલિત ‘હિન્દ રક્ષક સંધ’ દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો.                   કાલાવડ સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬:૦૦ વાગ્યે થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી અખંડ રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ૧૨ કલાક સુધી સતત ચાલતા અખંડ રામધૂન કાર્યક્રમ માં આમંત્રણને માન આપી ભાજપનાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી…

Read More

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, કિશોરભાઈ ગુરુમુખાણી, મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સદસ્ય પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ.પ્રકાશભાઈ રાઠોડ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર આઇ.એસ.ટાંક તથા પી.આઇ. કે.એસ.પટેલ, સમાજ કલ્યાણ અધિકારી દીપકભાઈ તથા મીનાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

રૂ.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરવામાં આવેલા બારડોલી વિશ્રામગૃહનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

હિન્દ ન્યુઝ, સુરત             રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી ખાતે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થયેલા વિશ્રામગૃહનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, બારડોલીમાં વર્ષોથી જૂના વિશ્રામગૃહની બાજુમાં વિસ્તૃતિકરણ કરીને નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક સુવિધાઓ સાથે સ્વીટ રૂમ અને વીવીઆઈપી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ.૧ કરોડનો ખર્ચે વિશ્રામગૃહનું બાંધકામ અને રૂ. ૫૦ લાખનો ખર્ચ ફર્નિચર એમ કુલ ૧.૫૦ કરોડના ખર્ચે…

Read More

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

હિન્દ ન્યુઝ, ભાવનગર             મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે,  જેનો ગુજરાતના…

Read More