હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 27/11/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી/મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 14/11/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…
Read MoreMonth: November 2024
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમયમર્યાદામાં વધારો કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે તા. ૧૦.૧૧.૨૦૨૪ સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે. ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ.૬૭૮૩…
Read Moreજામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે -૧૦-ઈ ઈ (EE) નવી સીરીઝની તમામ નંબર માટે ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૬-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ ના બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૧-૧૧-૨૦૨૪ થી ૧૩-૧૧-૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૩-૧૧-૨૦૨૪ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર…
Read Moreતાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.27 નવેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નવેમ્બર-૨૦૨૪નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૪ બુધવાર ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર- જેસર,જિલ્લા વિકાસ અધિકારી – ગારીયાધાર તથા પોલીસ અધિક્ષક – ઘોઘાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર,નિતી વિષયક,કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત,જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા…
Read Moreજિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.28 નવેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૪ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૧૧/૨૦૨૪(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર,નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગરના જિલ્લાના ટીમાણા પ્રાથમિક શાળાનો સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા- ટીમાણાનો સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. ભાવનગર જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત સ્વ. શેઠ ખોડીદાસ સંધાજી પ્રાથમિક શાળા- ટીમાણાના સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી છે. જેનાથી આજે રાજ્યમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ધરતીને મુલાયમ બનાવે છે, જેનાથી પાકના મૂળ…
Read Moreભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. જામનગર મહાનગર પાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ વીર સાવરકર ભવન તરીકે ઓળખાતી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મંત્રીએ મુલાકાત કરી તેઓને મીઠાઈ અર્પણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે પોતાનું પાકું ઘર હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત ગુજરાત…
Read Moreરાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે,”દરેક વ્યક્તિનુ પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણીએ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે ત્યારે લોકોના પોતાના ઘરમાં દિવાળી ઉજવવાના આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આ ટાઉનશીપમાં આજે હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ…
Read More