હિન્દ ન્યુઝ, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વી.એન.એસ.જી.યુ.) દ્વારા તા.૩જી ડિસેમ્બરના રોજ પહેલીવાર વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી માટે દિવ્યાંગ એડવોકેટ (ડો.) હેતલબેન રામાણીએ યુનિ.કુલપતિ કે.એન.ચાવડાને રજુઆત કરી હતી. જેમાં દિવ્યાંગ પ્રગતિ મંડળના પ્રતિનિધિ દિનેશ અનઘણ, કાળુભાઈ પરમાર અને યુનિવર્સિટી યુથ સાથે સંકળાયેલા પ્રકાશચંદ્રજી હાજર રહ્યા હતા. કુલપતિએ દરખાસ્તને મંજૂર કરી, આયોજન માટે યુનિવર્સિટી તરફથી તમામ જરૂરી સહાય આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગજનો માટે નોંધણી ફરજિયાત https://forms.gle/WzVzoVzKJMPhzQVw8 ગૂગલ ફોર્મ દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું…
Read MoreMonth: November 2024
અમદાવાદ ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ અપાશે
હિન્દ ન્યુઝ, સુરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અનુસંધાને શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ -બહેનોની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ…
Read Moreજિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક સંપન્ન થઈ
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ, વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. તાપી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો, ખાતાકિય તપાસ, એજી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા…
Read Moreમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આદિવાસી સમુદાયના ૧૫૦ થી વધુ લાભાર્થીઓને ૪૫ લાખથી વધુના યોજનાકીય લાભોનું વિતરણ
હિન્દ ન્યુઝ, , તાપી તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે. આપણા વડાપ્રધાનએ તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના દિવસે ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે મંત્રી પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી…
Read Moreકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી ૧૨ કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે, તે અંગેની જાણકારી આપવાનો છે. આમ, આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી ૨૬મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે, ત્યાં આ કાર રેલીનું સમાપન થશે.…
Read Moreતાપી જિલ્લામાં ૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, તાપી તાપી કલેકટર સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા ૧૯મી નવેમ્બર “હમારા શૌચાલય, હમારા સન્માન”ની થીમ સાથે “વિશ્વ શૌચાલય દિવસ”ની જિલ્લા કક્ષાની કરાઇ હતી. આ ઉજવણીમાં પદ્મશ્રી રમીલાબેન ગામીત,નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતી પટેલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ તથા સરપંચઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર ડો.વિપિન ગર્ગ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજુરી હુકમ પત્ર એનાયત કરાયા હતા.ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા…
Read Moreઅખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન સત્ર યોજાયું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, લવાડ, જિ.ગાંધીનગર ખાતે @BPRDIndia દ્વારા @RakshaUni ના સહયોગથી આયોજિત 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન સત્ર યોજાયું હતું. મહાનુભાવો દ્વારા આ અવસરે પોલિસિંગ સંબંધિત વિષયો પર તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રકાશનોનું વિમોચન તેમજ આ અધિવેશનની સુવર્ણ જયંતીના ઉપલક્ષમાં વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના પ્રેરક સંબોધનમાં નવા અપરાધિક કાયદાના નિર્માણ અંગેની સમગ્ર પ્રક્રિયા અંગેની માહિતી આપી હતી. તેમણે આ સંમેલનમાં વિવિધ વિષયો પર થનાર…
Read Moreપ્રાકૃતિક ખેતીથી લિવરના રોગમાં સુધારો અને તંદુરસ્તીમાં વધારો થયો : કંડારી ના ખેડૂતનો દાવો
હિન્દ ન્યુઝ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ખેત પેદાશો રસાયણો અને વિકૃતિ થી મુક્ત અને સાત્વિક હોય છે એ તો સુવિદિત છે. ત્યારે કરજણ તાલુકાના કંડારીના ખેડૂત હરિકૃષ્ણ પટેલે પ્રાકૃતિક ખેતીના સત્વશીલ ઉત્પાદનોના સેવન થી લિવરના રોગમાં સુધારો અને તંદુરસ્તીમાં સુધારો થયો હોવાનો દાવો વિશ્વાસ સાથે કરે છે. આ ખેડૂત છેલ્લા ૬ વર્ષથી, લગભગ ૨૦૧૮ થી લિવરના રોગથી પીડાય છે. તબીબો એ પણ તેમના રોગનો ઈલાજ માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ છે એવો અભિપ્રાય આપી દિધો હતો. જો કે તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અને તેના હેઠળ પકવેલા ખેત ઉત્પાદનોનું સેવન કર્યું.…
Read Moreજિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજવામા આવી હતી. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હિરપરાએ કરાવ્યો હતો. વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શ્રીમતિ મમતા હિરપરાએ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની કામગીરી વિશેષ…
Read Moreકેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન
હિન્દ ન્યુઝ, હિંમતનગર હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી, શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. ૧૯૭૬ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ ૨૦૦૦ મેટ્રીક ટન…
Read More