અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન સત્ર યોજાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, લવાડ, જિ.ગાંધીનગર ખાતે @BPRDIndia દ્વારા @RakshaUni ના સહયોગથી આયોજિત 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન સત્ર યોજાયું હતું.

મહાનુભાવો દ્વારા આ અવસરે પોલિસિંગ સંબંધિત વિષયો પર તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રકાશનોનું વિમોચન તેમજ આ અધિવેશનની સુવર્ણ જયંતીના ઉપલક્ષમાં વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

 કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના પ્રેરક સંબોધનમાં નવા અપરાધિક કાયદાના નિર્માણ અંગેની સમગ્ર પ્રક્રિયા અંગેની માહિતી આપી હતી. તેમણે આ સંમેલનમાં વિવિધ વિષયો પર થનાર વિચાર-વિમર્શ ભવિષ્યના અનેક પડકારોના ઉકેલ શોધવામાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીએ દેશભરમાંથી પધારેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વિઝનથી કોમ્યુનિટી પોલિસીંગની સાથે સાયન્ટિફિક પોલીસિંગની શરૂઆત થવાના કારણે દેશમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ડિટેકશનની પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે. 

મુખ્યમંત્રીએ પોલીસ સેવા માટેની ટ્રેનિંગમાં મોર્ડનાઈઝેશન સાથે દેશભરમાં ગુજરાતને અગ્રણી રાજ્ય ગણાવતા સાયબર ક્રાઇમને નાથવામાં ગુજરાતની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિકસિત ભારતમાં દેશનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે તેમજ ન્યાય સરળ બને તે દિશામાં સામૂહિક વિચાર મંથન માટે આ અધિવેશનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે તેવો વિશ્વાસ કર્યો હતો.

માનનીય કેન્દ્રીય મંત્રી તથા મુખ્યમંત્રીએ AIPSC-2024 ના ઉપલક્ષમાં આયોજિત પોલીસ વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ અત્યાધુનિક શસ્ત્રો તેમજ સુરક્ષા ઉપકરણોની માહિતી મેળવી હતી.

Related posts

Leave a Comment