વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) નાં લક્ષણો અને સારવાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વાયરલ એન્સેફાલીટીસ (Viral Encephalitis) જેને ચાંદીપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ અંગે જનજાગૃતિ તેમજ આ રોગની વિસ્તૃત માહિતી દ્વારા તેના લક્ષણો અને રોગથી બચવા શું-શું તકેદારીઓ રાખવી જોઈએ અને સારવાર અર્થેનું માર્ગદર્શન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાયો. ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) જવાબદાર છે. આ રેતીની માખી કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા…

Read More

છોટાઉદેપુર જિલ્લાની ખાનગી કે જાહેર સંસ્થાએ રોજગારલક્ષી ત્રીમાસીક તેમજ છ માસીક પત્રકો તા. ૩૧ જુલાઈ સુધીમાં મોકલી આપવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    જાહેર (સરકારી) કચેરી કે સંસ્થા તેમજ ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાને સી.એન.વી. એકટ ૧૯૫૯ અન્વયે ત્રીમાસીક-છમાસીક રોજગારલક્ષી રીટર્ન પત્રકો ત્રીમાસીક, છમાસીક સમય પુર્ણ થયા બાદ ૩૦ દિવસની સમય મર્યાદામાં જિલ્લા રોજગાર કચેરીને મોકલી આપવા ફરજીયાત છે. તેમજ એકમ કે સંસ્થાએ કોઈપણ નવી ભરતી કે નિમણુંક કરવાના ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરીને ખાલી જગ્યાની જાણ કરવી પણ ફરજીયાત કરવાની હોય છે. જે અંતર્ગત જાહેર (સરકારી) કચેરી કે સંસ્થા તેમજ ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાએ જૂન – ૨૦૨૪…

Read More

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર    રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ…

Read More

રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા માટે ગુજરાત સરકારનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) તમામ અદ્યતન તકનીકો સાથે સુસજ્જ છે. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય કે પછી હીટવેવ, નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને રાજ્યના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ છે. ગુજરાતમાં આવતી દરેક આપદાઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાની જરૂર વર્તાઈ…

Read More

જીવનમાં શિક્ષણનું મહત્વ કેટલું જરૂરી !

હિન્દ ન્યુઝ, ધરમપુર       મનુષ્યજીવન દુર્લભ છે અને ‘મનુભર્વ’ માણસ બનો અને સાચા અર્થમાં ‘મનુષ્યત્વને દીપાવો’ એ ભારતીય સંસ્કૃતિનો પરમ આદર્શ છે. એટલે શિક્ષણને મનુષ્યનો ‘બીજો જન્મ’ કહેવામાં આવ્યો છે. ગુરુ પાસે શિક્ષણ મેળવીને વ્યક્તિ મસ્તિષ્ક,હાથ અને હૈયાનો સદુપયોગ કરી શ્રેષ્ઠ નાગરિક બને અને મનુષ્યો ચિત્ત વ્યક્તિત્વ વિકસાવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સમુન્નત કરવામાં પોતાની બુદ્ધિ, જ્ઞાન અને અનુભવ સમર્પિત કરી ‘ત્યાગીને ભોગવી જાણો’ નો પરિતોષ અનુભવી શકે,એવા જીવનવિકાસમાં શિક્ષણ એને સજ્જ બનાવે. પોતાના માનવીય સંબંધો ઉદાત બનાવે, અનુકૂલન સાધી સમાજમાં શાંતિ વિકસાવામાં મદદરૂપ બને, એ માટે…

Read More

ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, જામનગર        વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યું છે. ત્યારે વન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ચાર નવીન યોજનાઓમાં (૧) હરીત વન પથ વાવેતર (૨) પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર (૩) અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને (૪) નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે…

Read More

આંગણવાડીને મદરેસા નહીં બનવા દઈએ – હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરમાં આવેલ મયુરનગર નજીક સોનલ નગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં ૩૦ બાળકો અભ્યાસ કરે છે. જેમાં બે મુસ્લિમ બાળકો છે આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા તહેવાર લક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીની સુચના મળેલ હતી પરંતુ સૂચનાથી ઉપરવટ જઈ એક નાટ્યાત્મક રીતે ઈદ કેમ મનાવવી, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ મારવી, નમાજ કેમ અદા કરવી ? તેમજ ‘યા હુસેન યા હુસેન’ નાં નારાઓ બોલાવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથી બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે ? તે સમજાવવા ને બદલે…

Read More

સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશ ની મુલાકાત નવી સ્ટાઈલ થી કરી ટુ વ્હીલર માં ડ્રાઇવિંગ કરતી વખતે ખરાબ રસ્તાઓનો ગ્રાઉન્ડ ઝીરો પર અનુભવ કર્યો

હિન્દ ન્યુઝ, દમણ-દીવ      દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દિવ ના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો. તેમણે કહ્યું કે મને એ વાતનો અહેસાસ થયો કે, લોકોને રસ્તા પરથી પસાર થતી વખતે દરરોજ…

Read More

પાકિસ્તાન ની જેલ માં કેદ ભારતીય માછીમારો નો પત્ર આવતાં પરિવાર ચિંતામાં મુકાયા

હિન્દ ન્યુઝ, દીવ      કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ અરબી સમુદ્રના કિનારે આવેલ એક સુંદર દરિયાઈ ટાપુ છે, દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે, દીવના 75 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ દરિયાઈ માછલીઓ પર જીવન નિર્વાહ કરે છે, ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી માછલીની લોભ લાલચ ના કારણે તે સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાથી લોકોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવવું પડે છે.     છેલ્લા ચાર વર્ષ થી પાકિસ્તાનની જેલમાં બંધ દીવના વણાંકબારા અને સાઉદવાડી ના માછીમારોના પરિવારમાં ચિંતાનો…

Read More

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ  

હિન્દ ન્યુઝ, સોમનાથ       શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. QR તથા ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવ ને પૂજારીશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “માત્ર 25₹ બિલ્વ પૂજા સેવા”. અગાઉ શ્રી સોમનાથ…

Read More