સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશ ની મુલાકાત નવી સ્ટાઈલ થી કરી ટુ વ્હીલર માં ડ્રાઇવિંગ કરતી વખતે ખરાબ રસ્તાઓનો ગ્રાઉન્ડ ઝીરો પર અનુભવ કર્યો

હિન્દ ન્યુઝ, દમણ-દીવ

     દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દિવ ના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો. તેમણે કહ્યું કે મને એ વાતનો અહેસાસ થયો કે, લોકોને રસ્તા પરથી પસાર થતી વખતે દરરોજ અનેકો મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. સાંસદ ઉમેશ પટેલે મિડીયા ને જણાવ્યુ કે આર.ટી.ઓ એ વાહન ચાલકો ની લાઈસન્સ ની પરીક્ષા માં ઉબર ખાબડ રસ્તાઓ ઉપર લેવી જોઈએ. આ ઉબર ખાબડ રસ્તાઓ ઉપર જે લાઈસન્સ ધારક ગાડી ચલાવવામાં સફળ થઈ જાય તે પાસ થઈ ગયો કહેવાઈ આવી તાના શાહી ને વિકાસ કહેવામાં આવે છે, હું દીવ ના રસ્તાઓ માં વિકાસ ને ગોતી રહ્યો છુ. મને વિકાસ ક્યાય મળતો નથી અહી તો મને વિનાશ જ દેખાઈ રહ્યો છે. 

    સાંસદ ઉમેશ પટેલે લોકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે કામ કરશે. તેમણે કહ્યું કે દીવની સૌથી મોટી સમસ્યા રસ્તાઓની છે. જેના કારણે અનેક અકસ્માતો સર્જાય તેમાં અનેકો નિદોર્ષ લોકો ના મોત થાય છે. દીવની જનતા માટે ઉમેશ પટેલ મસીહા તરીકે આવ્યો છે. આ દરમિયાન લોકોએ સાંસદ ઉમેશ પટેલ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. આ દરમિયાન સાંસદ ઉમેશ પટેલને મળવા લોકોનો મોટો મેળાવડો જોવા મળ્યો હતો. દમણ દીવ ની જંતા ને જણાવી દઈએ કે સાંસદ બનતાની સાથે જ ઉમેશ પટેલ એક્શનમાં જોવા મળ્યા હતા. તેણે તાજેતરમાં અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને હવે પોતે દીવમાં ટુ વ્હીલર ચલાવીને લોકોની સમસ્યાનો સામનો કરવા સામે આવ્યા હતા. આ ખરાબ રસ્તાઓ પર અવરજવર કરતી વખતે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તે વિશે પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા.કે આવનારા દિવસો માં પ્રદેશ ના લોકો ને બહેતર સુખ સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પ્રશાસનિક અધિકારીઓ ને તાકિદ કરી હતી. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ વિરુધ્ધ લોક સભા માં રજુઆત કરીને ઉચ્ચતરીય તપાસ ની માંગ કરીશ.

રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડ્યા, દીવ


Advt.

 

 

Related posts

Leave a Comment