હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર નદી, તળાવ, નહેર, દરીયામાં નહાવા પડવાથી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની સંભાવનાને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર ન થવું. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોઝ-વે, નહેર, તળાવ તથા પિકનીક સ્પોટ પર મોબાઈલ ફોન/કેમેરાથી સેલ્ફી લેવાનું ટાળવું. ચોમાસાની ઋતુ દરમિયાન નદી-નાળાં, તળાવ, સરોવર, નહેર…
Read MoreMonth: June 2024
તા. ૪ જુન ના રોજ મતગણતરી
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે તા. ૪ થી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮-૦૦ કલાક થી શરૂ કરવામાં આવનાર છે.જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડ વાર મતગણતરીની વિગતો પહોંચાડવાની તથા આનુસંગિક વ્યવસ્થાઓની માહિતી, મત ગણતરી કેન્દ્ર ખાતે જનરલ ઓબ્ઝર્વર નિયુક્તિની વિગતો,હરિફ ઉમેદવારે નિયુક્ત કરેલા તેમના મતગણતરી એજન્ટો તથા ચૂંટણી…
Read More12-જામનગર લોકસભા બેઠકની મત ગણતરીને લઈને જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ૧૨-જામનગર લોકસભા બેઠકની મતગણતરી હરિયા કોલેજ ખાતે આવતીકાલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી શરૂ થશે. ૧૨-જામનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ ૮૬ ટેબલ ઉપર મત ગણતરી થશે. તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે ૧૦ ટેબલ રાખવામાં આવશે. વિધાનસભા મતદાર વિભાગ દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ઇવીએમ મશીન માટે ૧૨ ટેબલ તથા ૨૪ રાઉન્ડમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભામાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા જેમાં ૧૨ ટેબલ અને…
Read Moreલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આવતીકાલે મત ગણતરી કેન્દ્ર ખાતે કવરેજમાં આવનાર પત્રકારો માટે ખુબજ જરૂરી સૂચનાઓ
હિન્દ ન્યુઝ, જામનગર આવતીકાલ તા.૪ જૂનના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પત્રકાર મિત્રોએ પોતાની સંસ્થાના અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી જે પાસ માહિતી કચેરી થકી આપવામાં આવ્યા છે તે પાસ ફરજિયાત સાથે રાખવાના રહેશે. જે પત્રકાર મિત્રો કવરેજ માટે આવી રહ્યા છે તેમના માટે હરિયા કોલેજ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીડિયા રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ટીવી અને ડેટા ટ્રાન્સફર કે અન્ય કામગીરી માટે કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે. ટીવી સ્ક્રીન મારફતે ઓનલાઈન આંકડાઓ જોઈ શકાશે. માત્ર અને માત્ર મીડીયા રૂમમાં જ પત્રકાર મિત્રો મોબાઈલ ફોનનો…
Read More૯મીએ આટકોટના નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાશે
હિન્દ ન્યુઝ, જસદણ આટકોટ ના પ્રતાપપૂર નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન દ્વારા સમાજનું સમાજને લોકાર્પણ ભુદેવ ચેરીટેબલ ટ્રષ્ટ સંચાલિત અત્રે આયોજન કરવામાં આવી રહ્યું છે.બ્રહ્મર્ષિ સંસ્થાન એ ભારતીય સંસ્કૃતિ ની આગવી શિક્ષણની પરંપરા એટલે કે ગુસ્કુળ પરંપરા આપણી ઋષિ પરંપરા જે સ્થાપિત કરેલ જેમને જીવંત રાખવા ભગીરથ કાર્ય ભુદેવ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા થઈ રહ્યું છે.જેમનો જીવન મંત્ર રહો આપણી સંસ્કૃતિ આપણી ઓળખ આપણું સંસ્કૃત જે જીવંત રાખવા ઋિષ પરંપરા મુજબ યજ્ઞ શાળા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સહિત અથર્વવેદ સહિતા એવમ વેદના પાઠ વેદની ત્રષા થકી વૈદિક શિક્ષણ ના પાઠો ભણાવાશે…
Read Moreચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન ખાતે તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે. તા.01-06-2024 થી જિલ્લા પંચાયત કચેરી મહીસાગર ખાતે પણ અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઈન નંબર 02674-252146 છે. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર Advt.
Read Moreજો હોય ખેડૂતના ઘરે ગાય, તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થાય, પાક ઉત્પાદનની વૃદ્ધિ થાય, અને જીવાત સહિતનો ઉપદ્રવ મૂળમાંથી જાય..
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઋગ્વેદમાં એક શ્લોકનો ઉલ્લેખ છે. જે કહે છે કે, “गोस्तु मात्रा न विधते“ જેનો અર્થ થાય છે કે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવા ગાયથી અગણિત લાભ છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક જીવ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગાયમાતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ગંગા, ગાયત્રી, ગીતા, ગોવર્ધન અને ભગવાન ગોવિંદની જેમ ગાયને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવી છે. ગોપાષ્ટમીનો તહેવાર પણ ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. આ જ રીતે પ્રાકૃતિક કૃષિમાં પણ…
Read More