સાંસદ, ધારાસભ્ય, કલેક્ટરએ વૃક્ષ દત્તક લઈને ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લીધે આજે અસંતુલિત આબોહવાનો અનુભવ કરી રહ્યું છે. વિશ્વમાં ધીમે-ધીમે ઉષ્ણતામાનમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર જીવ સૃષ્ટિ પર તેની વિપરીત અસરો પડી રહી છે. આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણની સમતુલા જાળવવાનો છે. તેમાં, ખાસ કરીને વૃક્ષો એ પર્યાવરણનું જતન કરવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, ત્યારે ચોમાસા પૂર્વે વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવાં ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે ટાવર ચોક પાસે આવેલા ડૉ.આંબેડકર ગાર્ડન ખાતેથી સાંસદ શ્રી રાજેશભાઈ…

Read More

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોની અટકાયત અંગે જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં પાણીનું રીકલોરિનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલોમાં ખોરાકની તપાસણી, લારી- ગલ્લાનું રેગ્યુલર ચેકીંગ તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી પીવાના પાણીનું નિયમિતપણે રી-કલોરીનેશન થાય તે માટે ડેઈલી રિપોર્ટિંગ થાય છે અને હેલ્થ વર્કર્સને તાલીમ અપાઈ છે. આઈસ ફેક્ટરી, ખાણીપીણીના ગલ્લા, લારી, લોજ…

Read More

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવે તે હેતુથી નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ હેન્ડપંપ, પાણીના બોર અને મોટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે કલેકટર એ સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી. ઉક્ત સમીક્ષા…

Read More

જામનગરમાં આગામી તા.14 જૂનના યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર     સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ 21 જૂનના ”આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 14 જૂનના રોજ યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14/06/2024 ના રોજ સાંજના 06:00 થી 08:00 કલાક દરમિયાન રણમલ તળાવ, ગેટ નંબર 1, પાર્કિંગ એરિયા, જામનગરમાં સરકારી મહિલા કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે https://forms.gle/JG1n47uYg89uGoGe6આ લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મહત્તમ કર્મયોગીઓ સંમિલિત…

Read More

16 જૂન ના રોજ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, સોમનાથ      આગામી 16 જૂન ના રોજ જેઠ શુક્લા દશમી પર સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા મહાપૂજા અને અભિષેક કરવામાં આવનાર છે. જેઠ શુક્લ દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી…

Read More

બોટાદ શહેર ખાતે આવેલા શેલ્ટર હોમના સંચાલન બાબતે ફેલાયેલી ભ્રામકતા અંગે બોટાદ નગરપાલિકાનો ખુલાસો

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ શહેર ખાતે આવેલા શેલ્ટર હોમના સંચાલન બાબતે ફેલાયેલી ભ્રામકતા અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા રદિયો આપતા જણાવાયું છે કે, બોટાદ શહેરમાં નવનિર્મિત શેલ્ટર હોમના સંચાલન અર્થે સેવાભાવી સંસ્થાઓને કામગીરી સોંપવા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત અપાઈ હતી. જે અન્વયે તા.૧૪/૦૩/૨૦૨૪ થી ૧૬/૦૩/૨૦૨૪ સુધી શેલ્ટર હોમના સંચાલન સેવાભાવી સંસ્થાઓને કામગીરી સોપવા પ્રક્રિયા કરવામાં આવી. ત્યારબાદ લોકસભા સામાન્ય ચૂંટણીની આચારસંહિતા તા.૧૬/૦૩/૨૦૨૪થી અમલમાં આવતા સમગ્ર કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. તા.૦૬/૦૬/૨૦૨૪ના રોજ ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા શેલ્ટર હોમ સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરી યોગ્ય સેવાભાવી સંસ્થાને કામગીરી સોંપવામાં…

Read More

મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર     મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પેહલા ના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં કૃષિવિભાગની એસ આર આર અને એન એફ એસ એમ યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું. ડાંગર પાક માં જી આર 13, જી એન આર 3, જી આર 17 તથા સોયાબીન પાક માં જે એસ 2098 અને એન આર સી 127 જાત સહાય થી આપવામાં આવે છે. ડાંગર ના પાક માં 25 કિલો બિયારણ માં 500 રૂપિયા…

Read More

જામનગરમાં આગામી તા.27 જૂનના ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, ,જામનગર મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 27/06/2024 ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 14/06/2024 સુધીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ…

Read More

ઉત્પાદન ખર્ચ ઓછું અને આવક બમણી કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત  હિન્દ ન્યુઝ, મહીસાગર     આજના સમયની માંગ એટલે પ્રાકૃતિક ખેતી. જયાં એક તરફ રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે ત્યારે આજના સમયે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. જેમ જંગલમાં કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી તેવી જ રીતે આપણા ખેતરમાં પણ આપડે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી થકી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. આવા જ એક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસિંહના ભેવાડા ગામના સોમાભાઈ પટેલ જણાવે છે કે પેહલા…

Read More

આગામી તા.26 જૂનના ધ્રોલ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ 26/06/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ધ્રોલ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 15/06/2024 સુધીમાં…

Read More